Homeધાર્મિકશનિવારે બની રહ્યા 4...

શનિવારે બની રહ્યા 4 શુભ યોગ, શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, મળશે મહાદશામાં રાહત

શનિવારના દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે, જેમાં તમે શનિદેવની પૂજા કરી સાડાસાતી અને ઢૈયાથી રાહત મેળવી શકો છો. શનિવારનો દિવસ શનિદેવની આરાધના માટે છે. આ દિવસે પાપમોચની એકદાશીનું વ્રત પણ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, શ્રાવણ નક્ષત્ર સહીત 4 શુભ સંયોગ બની રહ્યા છે. એમાં શનિ આરાધના કરવાથી તમારી મનોકામના પુરી થશે અને દુઃખોમાંથી મુક્તિ મળશે.

શનિવારે શ્રવણ નક્ષત્રનો સંયોગ

કાશીના જ્યોતિષ ચક્રપાણિ ભટ્ટ જણાવે છે કે 18 માર્ચ શનિવારે શ્રવણ નક્ષત્ર છે. જે આખો દિવસ રહેશે. શ્રવણ નક્ષત્રના તમામ તબક્કા મકર રાશિમાં હોય છે અને આ નક્ષત્રના ભગવાન શનિ સ્વયં છે. તેઓ મકર રાશિના પણ સ્વામી છે. આ નક્ષત્ર પર શનિનો પ્રભાવ છે. શનિવાર અને શ્રવણ નક્ષત્ર શનિદેવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 શુભ યોગ

શનિવારે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:28 થી મોડી રાત્રે 12:29 સુધી છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ ઈચ્છા સાથે શનિદેવની પૂજા કરશો, શનિદેવ તે પૂરી કરશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા કાર્યો સફળ થાય છે.

આ સિવાય શનિવારે શિવ યોગ છે, જે સવારથી 11.54 વાગ્યા સુધી છે. શિવ યોગ ધ્યાન, તપસ્યા વગેરે માટે શ્રેષ્ઠ છે. શિવ યોગ પછી સિદ્ધ યોગ થશે.

શનિ ઉપાયો

1. આ શનિવારે શુભ સંયોગ બની રહ્યા છે, આવી સ્થિતિમાં તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ. તેમને કાળા તલ, સરસવનું તેલ, વાદળી કપડું વગેરે અર્પણ કરો. શનિ ચાલીસાનો પાઠ કરો. શનિદેવ તમને પરેશાનીઓમાંથી મુક્તિ અપાવશે.

2. શનિવારે શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ લાભદાયક રહેશે. તે પછી શનિદેવને સાડાસાતી, ઢૈયા અથવા શનિ દોષથી રક્ષણ માટે પ્રાર્થના કરો.

3. શનિવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, જૂતા, ચંદન વગેરેનું દાન કરો. આ વસ્તુઓના દાનથી શનિદેવ પ્રસન્ન થાય છે.

4. જો તમે શનિવારના દિવસે કાળા કૂતરાને તેલમાં મસળેલી રોટલી ખવડાવો તો પણ લાભ થાય છે.

5. શનિવારે પીપળના વૃક્ષ અથવા શમીના ઝાડની પૂજા કરો, પાણી અને સરસવ અથવા તલના તેલનો દીવો કરો. શનિદેવ પ્રસન્ન રહેશે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...