વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની ત્રીજી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈએ ચાલુ ટુર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ટીમ આજે આ સિઝનમાં તેની પ્રથમ મેચ રમશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમે પ્રથમ સિઝનમાં ખિતાબ જીત્યો હતો. બીજી સિઝનમાં ટીમે રોમાંચક જીત સાથે શરૂઆત કરી છે. જયારે ગુજરાત તેની પ્રથમ મેચ જીતીને સિઝનની શરૂઆત કરવા માગશે. ગુજરાત માટે ફોબી લિચફિલ્ડ, કેથરીન બ્રાઇસ, લી તાહુહુએ ડેબ્યૂ કર્યું છે.
બંને ટીમની પ્લેઈંગ-11
ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂની (કેપ્ટન અને વિકેટકીપર), વેદા કૃષ્ણમૂર્તિ, હરલીન દેઓલ, ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા, તનુજા કંવર, કેથરીન બ્રાઇસ, લીયા તાહુહુ, મેઘના સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, સજીવન સજના, શબનીમ ઈસ્માઈલ, એસબી કીર્તન, સાયકા ઈશાક.
ગુજરાત અને મુંબઈનો હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ અહીં વધુ મજબૂત સ્થિતિમાં છે. ગત સિઝનમાં ગુજરાતને મુંબઈ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં, MIએ GGને 143 રને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં મુંબઈનો 55 રને વિજય થયો હતો.