Homeહેલ્થદિવસો સુધી ન મટે...

દિવસો સુધી ન મટે આ તકલીફો તો તુરંત પહોંચી જાજો ડોક્ટર પાસે, હોય શકે છે કેન્સરનું શરુઆતી લક્ષણ

 દરેક વ્યક્તિને શરીરમાં નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે. શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો સહિતની સમસ્યાને તો લોકો સામાન્ય સમજીને ધ્યાનમાં લેતા પણ નથી. આવી સમસ્યાઓને મટાડવા માટે લોકો ડોક્ટર પાસે જવાની પણ તસદી લેતા નથી. લોકો ઘરેલુ નુસખા ની મદદથી જાતે જ દવા કરી લેતા હોય છે. પરંતુ ઘણી વખત આવી નાની મોટી સમસ્યાઓ શરીરમાં વધતી ગંભીર બીમારી તરફ ઈશારો કરતી હોય છે.

જો લાંબા સમય સુધી તમને કેટલીક સામાન્ય જણાતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સતાવે તો સમજી લેવું કે શરીરમાં કેન્સર જેવી ગંભીર સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં લાંબો સમય રાહ જોયા વિના તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આવી જ કેટલીક સમસ્યાઓ છે જે શરીરમાં વધતા કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ એવી સમસ્યાઓ વિશે જેને લઈને લાંબા સમય સુધી બેદરકાર ન રહેવું.

અચાનક વજન વધવું કે ઘટવું

વજન વધવાના ઘણા બધા કારણ હોય છે. પરંતુ કોઈ પણ કારણ વિના અચાનક જ તમારું વજન વધવા લાગે કે પછી ઓછું થવા લાગે તો તેને લઈને બેદરકાર ન રહેવું કારણકે તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે તેથી તુરંત જ નિષ્ણાંત ને બતાવવું.

સતત થાક લાગવો

જો તમારી દિનચર્યા એવી હોય કે જેમાં તમારે સતત એક્ટિવ રહેવું પડતું હોય અને પછી તમને થાક લાગે તો તે સામાન્ય વાત છે. પરંતુ બેઠાડું જીવનશૈલી હોય અને તમને સતત થાકનો અનુભવ થતો હોય અને શરીરમાં નબળાઈ લાગતી હોય તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

સાંધામાં સતત દુખાવો.

વધતી ઉંમરે સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય છે પરંતુ જો તમને ચાલવામાં પણ તકલીફ પડવા લાગે તો પછી ડોક્ટરનો સંપર્ક કરવામાં વાર ન લગાડો.

સતત આવતી ઉધરસ

જો તમને ઉધરસ થાય અને પછી દવા કર્યા પછી લાંબો સમય ઉધરસ ન મટે તો તેને લઈને બેદરકાર ન રહો. શરીરમાં વધતા કેટલાક કેન્સરનું શરૂઆતથી લક્ષણ ઉધરસ હોઈ શકે છે. તેથી ઉધરસ લાંબો સમય ચાલે અને ન મટે તો તુરંત જ એક્સપર્ટ ની સલાહ લેવી.

વારંવાર પેટમાં દુખાવો

જો તમને વારંવાર પેટમાં દુખાવો થતો હોય અને લાંબા સમય સુધી રહેતો હોય તો આ બાબત પર તુરંત ધ્યાન આપો. કારણ વિના વારંવાર પેટમાં થતો દુખાવો પેટના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

કબજિયાત

જો તમે હેલ્થી ભોજન કરો છો તેમ છતાં તમને કબજિયાત થાય છે તો પછી ડોક્ટર પાસે તુરંત પહોંચીને ટેસ્ટ કરાવી લો. કારણ કે કારણ વિના થતી કબજિયાત કોલન કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

ભૂખ ન લાગવી

જો તમને અચાનક જ ભૂખ ન લાગે કે ઓછી લાગે તો આ વાતને પણ તુરંત ધ્યાનમાં લેવી. કારણ કે ઘણી વખત આ લક્ષણ ગંભીર કેન્સરનું સંકેત પણ હોય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...