વરસાદની ઋતુમાં ગરમાગરમ પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો ગરમ પકોડાની સાથે મસાલેદાર ચટણી મળી જાય તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. આમ તો ભારતમાં પકોડાની સાથે લીલી ચટણી અને આંબલીની ચટણી ખાવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એકદમ અલગ સિઝનલ ચટણી બનાવવાની રીત જણાવીશું. આમ તો ભારતમાં અનેક પ્રકારની ચટણી બનાવવામાં આવે છે, પરંતુ વરસાદની ઋતુમાં આવતા જાંબુના ફળની ચટણી વિશે બહુ ઓછા લોકો જ જાણે છે.
તમે ઘણી મસાલેદાર અને સ્વાદિષ્ટ ચટણી ખાધી હશે, પરંતુ આજે અમે તમને જાબુંની ચટણી બનાવતા શીખવીશું. તે સ્વાદમાં જેટલી સ્વાદિષ્ટ છે, બનાવવામાં તેટલી જ સરળ પણ છે. તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ ચટણી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ આ ચટણીની ઘરે કેવી રીતે બનાવવી.
જાબુંની ચટણી બનાવવા માટેની સામગ્રી
જાબું – 3 કપ
મધ – 2 ચમચી
આદુ – 1 ટુકડો
મરચા – 1 ઝીંણું સમારેલું
મીઠું – સ્વાદઅનુસાર
કાળા મરી પાવડર – 1/4 ચમચી
કોથમીર – ગાર્નિશિંગ માટે
જાબુંની ચટણી બનાવવાની રીત
જાબુંની ચટણી બનાવવા માટે સૌથી પહેલા જાંબુ લો અને તેને સારી રીતે ધોઈ લો. આ પછી જાંબુના ઠળિયા કાઢી લો. હવે મિક્સરની જારમાં જાબું, મધ, આદુ, લીલા મરચા અને બે સમચી પાણીને નાખો. જે બાદ તેને ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. જો તમે ઇચ્છો તો તમે તેને તમારા હાથથી ચાળણીમાં પણ પીસી શકો છો, તે ખૂબ જ સરળતાથી પીસી જશે.
આ પછી આ ચટણીની ઉપર મીઠું અને કાળા મરી પાવડર નાખો. તેને ઠંડી થવા માટે થોડી વાર ફ્રીજમાં રાખો. ત્યાર બાદ તેને કોથમીરથી ગાર્નિસ કરીને સર્વ કરો. તમને જણાવી દઈએ કે જાબુંની ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.