આ સૃષ્ટિનું નિર્માણ ભગવાન શિવની ઇચ્છા માત્રથી જ થયું છે. તેથી, તેની ભક્તિ કરનાર વ્યક્તિને વિશ્વની બધી વસ્તુઓ મળી શકે છે. શિવ તેમના ભક્તોની બધી ઇચ્છા પૂર્ણ કરે છે. શિવપુરાણ મુજબ જે વ્યક્તિ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરે છે તેને જીવનમાં દુ:ખનો સામનો કરવાની શક્તિ મળે છે.
શિવપુરાણમાં એક એવું શાસ્ત્ર છે, જે શિવ અને સૃષ્ટિના નિર્માણને લગતી રહસ્યમય વાતો જણાવે છે. આ પુરાણમાં ઘણા ચમત્કારિક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણા જીવનની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તેમજ, અક્ષય પુણ્ય પણ આપે છે. આ ઉપાય ભૂતકાળનાં પાપોનો નાશ કરે છે અને ભવિષ્યને આનંદકારક બનાવે છે.
જો તમે પણ શિવજીની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો, તો અહીં ઉલ્લેખિત સરળ ઉપાય દરરોજ રાત્રે કરવા જોઈએ, આ ઉપાય શિવ પુરાણમાં જણાવવામાં આવ્યા છે.
દરરોજ રાત્રે શિવલિંગની પાસે દીવો કરો
જૂના સમયથી જ કેટલીક પરંપરાઓ પ્રચલિત છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને બધી ખુશીઓ મળે છે. જો આ પ્રથાઓનું પાલન ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શુભ પરિણામ પ્રાપ્ત કરવા માટેની પરંપરા છે કે દરરોજ રાત્રે શિવલિંગના આગળ દીવો કરવો જોઈએ. આ ઉપાયની પાછળ એક પ્રાચીન વાર્તા કહેવામાં આવી છે.
કથા
કથા અનુસાર પ્રાચીન કાળમાં ગુણનિધિ નામક વ્યક્તિ ખૂબ બીમર હતો અને તે ખોરાકની શોધમાં લાગેલ હતો. આ શોધ કરતાં રાત થઈ ગઈ અને તે એક શિવ મંદિર પહોંચી ગયો. ગુણનિધિએ વિચાર્યું કે તેમણે આ મંદિરમાં એક રાત માટે આરામ કરવો જોઈએ. રાત્રે અંધારું થઈ ગયું. આ અંધકારને દૂર કરવા માટે તેણે શિવ મંદિરમાં પોતાનો શર્ટ સળગાવી દીધો. રાત્રે ભગવાન શિવ સમક્ષ પ્રકાશ કરવાના પરિણામે, તે વ્યક્તિને તેના પછીના જન્મમાં દેવતાઓના ખજાનચી કુબેર દેવનું પદ પ્રાપ્ત થયું.
આ કથા અનુસાર, જે વ્યક્તિ સાંજે શિવ મંદિરમાં દીવો કરે છે તેને પુષ્કળ ધન-સંપત્તિ અને ઐશ્વર્ય મળે છે. તેથી, રાત્રે કોઈપણ શિવલિંગની સામે નિયમિત દીવો કરવો જોઈએ. દીવો કરતી વખતે ‘ૐ નમ: શિવાય’ મંત્ર નો જાપ કરવો જોઈએ.
ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. શાસ્ત્રોમાં બીજો એક સચોટ ઉપાય ઉલ્લેખવામાં આવ્યો છે જેને નિયમિતરૂપથી અપનાવવાથી વ્યક્તિ અપાર સંપત્તિ મેળવી શકે છે. આ ઉપાયની સાથે જ દરરોજ સવારે શિવલિંગ પર પાણી, દૂધ, ચોખા વગેરે પૂજન સામગ્રી અર્પિત કરવી જોઈએ.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.