Tuesday, September 26, 2023

આ 10 લોકોના ઘરે ભૂલથી પણ ન કરો ભોજન, જાણો શું છે કારણ

હિન્દુ ધર્મમાંના 18 પુરાણોમાંનું એક છે ગરુડ પુરાણ. જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. આ પુરાણમાં શ્રી હરિ નારાયણ અને તેના વાહન ગરુડ પક્ષીના વચ્ચે થયેલ વાતચીતનું વર્ણન છે. સાથે જ તે માનવ જાતિના કલ્યાણ માટે નીતિથી જોડાયેલ વાતોનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેને જીવનમાં અપનાવીએ તો ઘણા પ્રકારની મુસીબતોથી બચી શકાય છે.ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે વ્યક્તિએ કયા 10 લોકોને ઘેર ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ 10 લોકોના ઘેર જઈને કંઈ પણ ખાય છે તો તે પાપનો ભાગીદાર બને છે.

ગરુડ પુરાણના આચારકાંડમાં જણાવવામાં આવ્યું છે કોઈ વ્યક્તિએ કયા 10 લોકોને ઘેર ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ 10 લોકોના ઘેર જઈને કંઈ પણ ખાય છે તો તે પાપનો ભાગીદાર બને છે. આ કારણથી આપણા વડીલો પણ એમ કહે છે કે ‘જેવું ખાઓ અન્ન તેવું થાય મન’. આથી કયા લોકોને ત્યાં ભોજન ન કરવું જોઈએ તે વિશે જાણો શું કહે છે ગરુડ પુરાણ.

આ લોકોને ઘેર ક્યારેય ન કરો ભોજન

  1. કોઈ ચોર અથવા અપરાધી –  કહેવાય છે કે આ પ્રકારના લોકોને ઘરે ભોજન કરવાથી તમે પણ પાપના ભાગીદાર બનો છો અને સાથે જ તમારા વિચાર પણ તેના જેમ દૂષિત થઈ જાય છે.
  2. વ્યાજખોર વ્યક્તિ – ગરુડ પુરાણ અનુસાર ખોટી રીતે કમાયેલું ધન હંમેશા અશુભ ફળ આપે છે. આથી બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા કમાવા વાળી વ્યક્તિના ઘરે પણ ભોજન ન કરવું જોઈએ.
  3. ચરિત્ર હીન સ્ત્રી –  ગરુડ પુરાણ અનુસાર આવી સ્ત્રીના ઘરે ભોજન કરવાથી તમે પણ પાપના ભાગીદાર બનો છો.
  4. રોગી વ્યક્તિ – એવા લોકો જેને કોઈ ગંભીર બિમારી છે અથવા જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેને ત્યાં પણ ભોજન ન કરવું, નહીંતર તમે પણ તે બીમારીનો ભોગ બની શકો છો.
  5. બીજાની નિંદા કરનાર – જે લોકોનો સ્વભાવ ચુગલી કરવાનો હોય છે તે લોકોના ઘેર પણ ભોજન ન કરવું જોઈએ કારણ કે વાતો-વાતોમાં તે તમને પરેશાનીમાં મૂકી શકે છે અને પછી ખુશ થાય છે. આથી તે લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરો.
  6. જેને વધારે પડતો ગુસ્સો આવતો હોય –  જો તમે પણ આવા લોકોના ઘરે જઈને ભોજન કરશો જે હંમેશા ગુસ્સામાં રહે છે તો તેના ગુસ્સાનો ગુણ તમારી અંદર પણ આવી શકે છે.
  7. કિન્નર –  ગરુડ પુરાણ અનુસાર કિન્નરોને દાન આપવું જોઈએ તેને ત્યાં ભોજન ન કરવું જોઈએ. આવું એટલા માટે કારણ કે કિન્નરોને સારા અને ખરાબ બંને પ્રકારના લોકો દાન આપે છે.
  8. જે નિર્દય છે – ગરુડ પુરાણ અનુસાર એવી વ્યક્તિ જે બીજાને કષ્ટ આપે છે, આવી નિર્દય વ્યક્તિને ઘેર ભોજન ન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે આવા ઘરમાં બનેલ ભોજનની પ્રકૃતિ પણ તેના જેવી જ હોય છે.
  9. નશા વાળી વસ્તુ ખાવા વાળા અથવા વેચવા વાળા – આવા લોકોના ઘરથી પણ હંમેશા દૂર રહેવું જોઈએ અને નશા વાળી વસ્તુ વેચવા વાળા અથવા તેનું સેવન કરવા વાળાને ઘેર પણ ક્યારેય ભોજન ન કરવું જોઈએ.
  10. પ્રજા પર અત્યાચાર કરનાર રાજા – પ્રજાની રક્ષા કરવી અને તેને બધી સમસ્યાઓમાંથી બહાર કાઢવી એ જ રાજાનું કર્તવ્ય છે પરંતુ જો કોઈ રાજા પ્રજા પર જ અત્યાચાર કરે તો આવા રાજાના ઘરે પણ કોઈએ ભોજન માટે ન જવું જોઈએ.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम