ભગવાન સૂર્ય નારાયણ :- ભગવાન સૂર્યના કારણે જ આખી સૃષ્ટિ પર પ્રકાશમય છે, સૂર્ય જ એકમાત્ર એવા દેવતા છે, જેને પ્રત્યક્ષ રૂપે જોઈ શકાય છે. પંચતત્વોમાં સૂર્યને આકાશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ શુભ કાર્યોમાં ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે.
શ્રી હરિ વિષ્ણુ :- ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનકર્તા છે. આ સૃષ્ટિના સંચાલનનો ભાર તેમના પર જ છે. તેથી, દરેક શુભ કાર્યમાં વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. દેવઉઠી એકાદશીથીએ વિષ્ણુજી જાગૃત થાય છે અને ત્યાર પછી જ બધા માંગલિક કાર્યો શરૂ થાય છે.
ભગવાન ગણેશ :- બધા દેવોમાં ગણેશજી પ્રથમ પૂજનીય છે, તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. તેથી જ દરેક મંગલિક કાર્યમાં તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજાથી કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
ભગવાન શિવ અને માતા દુર્ગા :- ભગવાન શિવ અને શક્તિ સ્વરૂપ માતા દુર્ગા બંને સૃષ્ટિના સર્જનહાર છે. તે સમગ્ર સૃષ્ટિના માતાપિતા છે, માતા દુર્ગા સ્વંય પ્રકૃતિ છે અને ભગવાન શિવ પણ દેવોના દેવ છે. જીવન અને કાળ પણ આ બંનેને આધિન છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.