આપણે ભલે ગુજરાતી હોઈએ પણ દરેક ઘરમાં લોકોને પંજાબી, સાઉથ ઇંડિયન, અને મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ દાઢે વળગેલો જ હોય છે. તેમાં જમવામાં તો ગુજરાતીને કોઈ પહોંચી જ ન શકે. તેથી જ બાળકોથી લઈને મોટેરાઓને પણ અલગ અલગ વાનગીઓ ખાવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક ખાસ વાનગીની રેસિપી લઇને આવ્યા છીએ. જેનું નામ છે ‘ સોજી ટિક્કા’, હા સોજી ટિક્કા.
હલવા સિવાય તમે સોજીમાંથી ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકો છો. સોજીમાં ઘણા બધા ફાઈબર હોય છે, જે પાચન તંત્રને સારુ રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ સોજી ટિક્કા બનાવવાની રીત..
સોજી ટિક્કા બનાવવા માટેની સામગ્રી
સોજી- 1 કપ
તેલ- 2 ટેબલસ્પૂન
પાણી- 2 કપ
ટામેટા- 2 નંગ (નાના પીસમાં સમારેલા)
ડુંગળી- 2 નંગ (ઝીણી સમારેલી)
શિમલા મરચુ- 1 (ઝીણુ કાપેલુ )
લીલા મરચા- 1 નંગ (ઝીણા સમારેલા)
જીરું- 1/4 ટીસ્પૂન
પાવ ભાજી મસાલો- 2 ટીસ્પૂન
લાલ મરચુ પાવડર- 1 ટીસ્પૂન
મીઠું- સ્વાદ પ્રમાણે
સોજી ટિક્કા બનાવવાની રીત
સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો, ત્યાર બાદ તેમા સોજી નાખો તેને બરાબર ચળવા દો.
હવે તેમાં મીઠું, જીરુ અને લાલ મરચુ પાવડર નાખો ત્યારબાદ તેને ચઢવા દો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા, શિમલા મરચુ, લાલ મરચુ અને પાઉઁભાજી મસાલો નાખીને મિક્સ કરી દો.
ત્યારબાદ એક પ્લેટ લો પ્લેટના તળિયે તેલ લગાવો. હવે આ મિશ્રણને પ્લેટ પર ફેલાવી સેટ કરી લો. તેને ઠંડુ થવા માટે રાખી દો. લગભગ 5-7 મિનિટ પછી આ મિશ્રણને ટિક્કાના આકરના ટૂકડામાં કાપી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ટિક્કા નાખો જ્યાં સુધી ટિક્કા સોનેરી રંગના ન થાય ત્યાં સુધી તેને શેકી લો. તો તૈયાર છે સોજીના ટિક્કા.