Tuesday, September 26, 2023

આ છે ભગવાન શિવનાં એવાં વિવિધ નામો કે જેનો છે અનેરો મહિમા

એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે. શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારનાં નામોનો મહિમા ગાવામાં આવ્યો છે.

શિવનાં આ સ્વરૂપ અને નામ ચમત્કારિક રૂપથી દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે. શિવ ભક્તનાં વિશેષ અવસરો શિવરાત્રિ, સોમવાર, શ્રાવણ અને પ્રદોષ અને ચતુર્દશી તિથિ પર આ નામ સ્વરૂપનું સ્મરણ વધારે મંગલકારી હોય છે.

જાણો, તેમાંથી જ કેટલાંક પ્રસિદ્ધ નામની ભક્તિની મહિમા અને પ્રભાવથી જોડાયેલી રોચક વાતો…

શિવને મહાદેવ કહેવામાં આવે છે અને શિવલિંગ આધ્યાત્મિક ઊર્જાનો ભંડાર હોય છે. આ માટે શિવલિંગ પૂજા દરેક કમી, કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે. જેથી નવો વિશ્વાસ, સાહસ અને શક્તિ મળે છે. શિવ મૃત્યુંજય છે. આ સ્વરૂપની ઉપાસના કાલ, ભય અને રોગથી મુક્ત રાખે છે. ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે. આ માટે આ સ્વરૂપની ભક્તિ નીરોગી બનાવી દે છે.

શિવનું સાકાર સ્વરૂપ શંકર છે, જેનો મતલબ શમન કરનાર થાય છે એટલે કે ભગવાન શંકરનું સ્મરણ દુઃખનો સંતાપ દૂર કરે છે. શિવ શંભુ કહેવાય છે. આ સ્વરૂપ દરેક સાંસારિક સુખનું પ્રદાન કરે છે. જેમાં ગૃહસ્થ જીવન તથા સંતાન સુખ ખાસ રીતથી પુત્રની કામના પૂરી થાય છે. શિવ આશુતોષાય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે. આ માટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે.

શિવને શર્વ પણ કહેવામાં આવે છે. એટલે કે બધા કષ્ટોને હરનાર. જે માણસનાં ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ કરે છે. આ કારણ છે કે શિવ ભક્તિ શત્રુ વિઘ્નોના અંત માટે અચૂક માનવામાં આવે છે. શિવ ત્રિલોકેશનાં રૂપમાં પણ પૂજનીય છે. જેની આરાધના જનમ મરણના બંધનથી મુક્ત કરી દે છે. શિવ ભક્ત વત્સલ છે, આ માટે ભગવાન શિવની પૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ કરે છે.

ભગવાન શિવ કુબેરના સ્વામી છે. આ માટે શિવ ભક્તિ ધન કુબેર બનાવી દે છે. તે પોતા પાસે નથી રાખતા કશું પણ તેની ચપટી ભભૂતમાં પણ કુબેરનો ખજાનો છે. નીલકંઠ નામનો મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની શીખ આપે છે. ગંગાધર સ્વરૂપ મન મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम