Tuesday, September 26, 2023

કોઈ ચમત્કારથી કમ નથી મંગળવારના આ ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થઇ જશે બધા દુઃખ

હિન્દુ ધર્મ શાસ્ત્રોનું માનીએ તો પૃથ્વી પર હનુમાનજી આજે પણ હાજર છે અને માનવામાં આવે છે કે જ્યાં પણ રામચરિત માનસના પાઠ કરવામાં આવે છે ત્યાં હનુમાનજી પોતે પ્રકટ થઇ જાય છે અને સાંભળે છે. સાચા હ્ર્દય અને પુરી શ્રદ્ધા સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો મંગળવારના દિવસે હનુમાનજીની પુરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવાથી જલ્દી પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો હનુમાનજી પૂજા કરવાથી અને મંગળવારનું વ્રત રાખવાથી તમામ મનોકામના પુરી થાય છે. મંગળવારના દિવસે વ્રત રાખવા, બ્રમ્હચર્ય વ્રતનું પાલન કરવું અને પૂજા કરવાનું વિધાન છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે દિલ્હી નિવાસી જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પંડ્યા.

મંગળવારે કરો આ ઉપાયો

મંગળવારે સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પૂર્વ તરફ મુખ કરીને તુલસીની માળાથી 11 વાર શ્રી રામના નામનો જાપ કરો. દર મંગળવારે આવું કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે.

મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગબલીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. આમ કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે. તમે મંગળવારે પણ હનુમાન યંત્રની સ્થાપના કરી શકો છો. એવું માનવામાં આવે છે કે પૂજાના ઘરમાં હનુમાન યંત્રની સ્થાપના કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મંગળવારે વ્રત રાખનાર વ્યક્તિએ સાંજે હનુમાન મંદિરમાં જઈને શુદ્ધ ઘીનો દીવો કરવો અને હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને કેવડા અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિ શનિ દોષમાંથી મુક્તિ મેળવે છે. તેની સાથે જ તે હનુમાનજીના આશીર્વાદ માટે પણ લાયક બને છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम