Tuesday, September 26, 2023

બુધવારે કરી લો ભગવાન ગણેશના આ 5 ઉપાય, ખુલી જશે ભાગ્યના બંધ દ્વાર, ઘરમાં વધશે ધન-ધાન્ય

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. કારણ કે તે તમામ દેવી-દેવતામાં પ્રથમ પૂજ્ય છે. ઘર પરિવારમાં કોઈ પણ માંગલિક કાર્ય કે શુભ કાર્ય ની શરૂઆત થાય તે પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી તેમની પૂજા અને આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જો તમારા કામ પૂર્ણ થતા ન હોય અને કોઈને કોઈ બાધા આવતી હોય તો બુધવારે કેટલાક વિશેષ ઉપાય કરી લેવા જોઈએ તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

બુધવારે કરવાના ઉપાય

  1. બુધવારે સૂર્યોદય પહેલા બે મુઠ્ઠી મગ લઇ પોતાની ઉપરથી ઉતારી આ મગને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે.
  2. બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને ગોળના લાડુ અથવા તો મોદક નો ભોગ અર્પણ કરો. આમ કરવાથી ધન, ધાન્ય થી ઘર ભરેલું રહે છે.
  3. બુધવારના દિવસે ભગવાન ગણેશની આરાધના કરીને કોઈ કિન્નરને થોડું ધનદાન કરવું. ત્યાર પછી તેમના આશીર્વાદ તરીકે થોડા રૂપિયા પરત લઈને તેને પૂજાના સ્થાન પર રાખી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
  4. બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને તેમને લાડુ અને દુર્વા ચઢાવો. આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે.
  5. અટકેલા કામ પૂર્ણ થાય તે માટે બુધવારે ભગવાન ગણેશને સિંદૂર લગાવો અને પછી તેમના ચરણોમાંથી સિંદૂર લઈને પોતાના માથા પર તિલક કરો ત્યાર પછી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम