શનિવારનો દિવસ શનિ દેવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ પ્રસન્ન થઈને પોતાની કૃપા વરસાવે છે.
શનિવારના દિવસે ન્યાયના દેવતા શનિ દેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. શનિવારના દિવસે અમુક ખાસ કાર્ય કરવાથી તેમની કૃપા જલ્દી વરસે છે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે સૂર્યાસ્ત બાદ હનુમાન જી ની પૂજા કરો. હનુમાન જી ની પૂજામાં આરતી માટે દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલના તેલનો ઉપયોગ કરો.
શનિના પ્રકોપોને કારણે જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલુ રહે છે તો શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના કરી તેમની પૂજા કરો. આ યંત્રની દરરોજ વિધિસર પૂજા કરવી જોઈએ. શનિ યંત્રની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવીને તેની પર વાદળી ફૂલ ચઢાવવાથી પણ શનિ દેવની કૃપા રહે છે.
શનિવારના દિવસે શનિ દેવની પૂજામાં કાળા ચણા ચઢાવવા શુભ માનવામાં આવે છે. શનિ દેવને કાળા ચણા ચઢાવ્યા બાદ તેને ભેંસને ખવડાવી દેવા અને થોડા ચણા કેન્સરના દર્દીઓમાં વહેંચો. આવુ કરવાથી શનિ દેવ તમામ મુશ્કેલી દૂર કરી દે છે.
શનિવારના દિવસે કાળા કૂતરા અને કાળી ગાયની સેવા કરવાથી પણ શનિ દેવ પ્રસન્ન થાય છે. કાળી ગાયની સેવાથી શનિ દેવની કૃપા જલ્દી મળે છે. કાળી ગાયના શિંગડા પર નાડાછડી બાંધીને તેની પૂજા કરવી જોઈએ. જે બાદ ગાયની પરિક્રમા કરીને તેને ચાર ચમચી બૂંદી ખવડાવો. આવુ કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.