ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા આટલું કરો!
12 વાગ્યા સુધી લોકો કરશે જાગરણ
માન્યતા અનુસારભગવાન કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ, 6 મહિના અને 6 દિવસ જીવ્યા
વ્હાલાના જન્મના વધામણાને લઈને કાનભક્તો અધિરા બન્યા છે. ઠેર ઠેર ઉજવણીનો આનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પર્વની ધાર્મિક માન્યતા અલગ જ છે. આ દિવસે આખો દિવસ ભક્તો ઉપવાસ કરે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી લોકો જાગરણ કરી, ભજન-કીર્તન કરી, ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરતા હોય છે.
ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. 3102માં કાન્હાએ આ દુનિયા છોડી દીધી હતી. વિક્રમ સંવત મુજબ કલયુગમાં તેમની ઉંમર 2078 વર્ષ થઇ છે. એટલે કે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ, 6 મહિના અને 6 દિવસ જીવ્યા હતા. ત્યારે આજે તા.7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ રહી છે. સંતો અને તપસ્વીઓમાં કૃષ્ણની પૂજા કરવાની એક અલગ પરંપરા છે. આ દિવસે ખાસ દહીં હાંડી- મટકીફોડ ઉત્સવ ઉજવાશે. શ્રી કૃષ્ણનો જન્મ કૃષ્ણ અષ્ટમીના રોજ રાત્રિના સમયે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો.
પંજીરી
આ દિવસે ખાસ ભગવાન શ્રી કૃષ્ણને નિયા પંજીરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. તમે તેને ઘરે સરળતાથી બનાવીને બાળ ગોપાલને ભોગ ધરી શકો છો. જેમાં ખાસ ડ્રાયફ્રૂટ્સ અવશ્ય ઉમેરવું જોઈએ.
માખણ મિશ્રી
ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય વસ્તુમાંથી માખણ અને ખાંડની મીઠાઈ સૌ પ્રથમ આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ જોડાયેલી છે કે ભગવાન બાળપણમાં માખણ અને મીશ્રીની ચોરી કરીને ખાતા હતા. આથી તમે ભગવાને માખણ અને મીશ્રી અર્પણ કરી શકો છો.
શ્રીખંડ
શ્રીખંડ ગુજરાતની સૌથી લોકપ્રિય વાનગી કહી શકાય છે. જેનો કાન્હાજીને પ્રસાદ ચઢાવી શકાય છે. આ વસ્તુએ દહીં, ખાંડ, એલચી અને કેસરથી બનાવી શકાય છે.
ખીર
માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણને ખીર પ્રિય છે.જેથી ભગવાનની કૃપા મેળવવા તમે મખાના અથવા સાબુદાણાની ખીર બનાવી પ્રસાદ રૂપે અર્પણ કરી શકો છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.