ચંદન
જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.
મોગરા
લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.
રોટલી અને ગોળ
જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે 11 આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.