તમે બટેટા સેન્ડવીચ, પનીર સેન્ડવીચ તો ઘણી વાર ખાધી હશે, પરંતુ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચોકલેટ સેન્ડવીચની રેસિપી, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. ચાલો જાણીએ ચોકલેટ સેન્ડવીચ બનાવવાની રીત.
ચોકલેટ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
6 બ્રેડ સ્લાઈસ, 1 કપ ડાર્ક ચોકલેટ, 1 કપ બટર, 1 કપ મિક્સ ડ્રાઈ ફ્રુટ્સ (સમારેલા)
ચોકલેટ સેન્ડવીચ બનાવવાની રીત
સૌથી પહેલા મીડિયમ આંચ પર એક પેનમાં ચોકલેટને ઓગળવા માટે મૂકો. હવે બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો અને ઓગાળેલી ચોકલેટ લગાવો.
તેના પર ડ્રાય ફ્રુટ્સ નાખો અને ઉપર બીજી બ્રેડ મુકો. આ બ્રેડને મીડિયમ આંચ પર તવામાં બટર નાખીને ગરમ કરવા માટે રાખો.
તેના પર બ્રેડ મૂકો અને તેને બંને બાજુથી શેકી લો. તૈયાર છે ચોકલેટ સેન્ડવીચ.