Tuesday, September 26, 2023

શું વર્લ્ડ કપમાં આ 2 ખેલાડીઓ પાક્કા? રોહિતે પાક સામેની જીત પછી આપ્યું આ નિવેદન

એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતીય ટીમે તેમના ચીર પ્રતિદ્વંદ્ધી પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન આપ્યું છે. સોમવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોહિત શર્માના નેજા હેઠળની ટીમે 228 રને જીત હાંસલ કરી. પાકિસ્તાન સામેની આ જીત પછી રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સામેની આ બીજી મેચમાં વિરાટ કોહલી અને લોકેશ રાહુલ બંનેએ સદી ફટકારી હતી.

વિરાટે અણનમ 122 રન તો લોકેશ રાહુલે 111 રનનો ફાળો આપ્યો. વિરાટે 94 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની સાથે 122 રન બનાવ્યા. તો રાહુલ 106 બોલ પર 12 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. આ બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 233 રનની પાર્ટનરશિપ કરી.

સ્પિનર કુલદીપ યાદવે પણ આ મેચમાં ધમાલ મચાવી. તેણે 8 ઓવરમાં માત્ર 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન સામેની આ મોટી જીત પછી કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. જીત બાદ રોહિત શર્માએ કહ્યું કે, ગ્રાઉન્ડ્સમેનની મેહનતના કારણે આ મેચ સંભવ રહી. હું જાણું છું કે આખા મેદાનને કવર કરવું અને કવર્સ હટાવવા કેટલું અઘરું કામ છે. આખી ટીમ તરફથી અમે તેમનો આભાર માનીએ છીએ. જ્યારે અમે રવિવારે શરૂઆત કરી તો અમને ખબર હતી કે વિકેટ સારી છે અને વરસાદ સાથે તાલમેલ બેસાડવી પડશે.

રોહિત શર્મા આગળ કહે છે કે, બે અનુભવી ખેલાડીઓ(વિરાટ અને લોકેશ રાહુલ) વિશે અમે જાણતા હતા કે તેમને થોડો સમય લાગશે પણ અમે આગળ વધી શકીએ છીએ. વિરાટ કોહલીની ઈનિંગ જોરદાર હતી. લોકેશ રાહુલને ટોસના 5 મિનિટ પહેલા કહેવામાં આવેલું કે તે રમી રહ્યો છે. ત્યાર પછી તેણે ઈંજરીમાંથી બહાર આવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ ખેલાડીની માનસિકતાને દેખાડે છે. ઓપનર્સે પણ સારું કામ કર્યું.

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય મેચમાં બોલિંગ કરી હતી. બુમરાહ વિશે બોલતા રોહિત શર્માએ કહ્યું કે, તેને બોલિંગ કરતો જોવો સારું લાગી રહ્યું છે. તેણે બોલને બંને બાજુથી ફરાવ્યો અને પાછલા 8-10 મહિનામાં તેણે વાસ્તવમાં કઠિન મહેનત કરી છે. બુમરાહ માત્ર 27 વર્ષનો છે. તેના માટે મેચ મિસ કરવી સારી વાત નથી. પણ તેણે જે રીતે બોલિંગ કરી તેનાથી ખબર પડે છે કે તે શું છે.

Related Articles

नवीनतम