Homeમનોરંજનવિરાટ-અનુષ્કાને ત્યાં ફરી બંધાશે...

વિરાટ-અનુષ્કાને ત્યાં ફરી બંધાશે પારણું? વિરુષ્કાના વાઇરલ વિડીયોએ ફેન્સને કર્યા વિચારતા

બેંગલુરુ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લાં ઘણાં દિવસોથી તેમની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. અનુષ્કા અને વિરાટના ઘરે બીજી વાર પારણું બંધાશે તેવી ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યાંજ હવે વિરુષ્કા બેંગલુરુમાં સ્પોટ થયા છે. બેંગલુરુનો વિરાટ અને અનુષ્કાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં અનુષ્કાના બેબી બંપ દેખાઇ રહ્યાં છે. એમ નેટીઝન્સ કહી રહ્યાં છે.

વિરુષ્કાના વાઇરલ વિડીયોમાં અનુષ્કા વિરાટ સાથે હોટલની બહાર ફરતી દેખાય છે. વિરાટે તેનો હાથ પકડક્યો છે. એમ પણ દેખાય છે. અનુષ્કાએ કાળા રંગનો શોર્ટ ફ્લેર્ડ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો બેબી બંપ દેખાઇ રહ્યો છે એમ નેટીઝન્સ કહી રહ્યાં છે. વિરુષ્કાના આ વાઇરલ વિડીયો પર અનેક નેટીઝન્સે કમેન્ટ કરી છે.

અનુષ્કા અને વિરાટના આ વાઇરલ વિડીયો પર અનેક લોકોએ લાઇક અને કમેન્ટ કરી છે. એક જણે કમેન્ટ કરી છે કે, અનુષ્કા પ્રેગ્નેન્ટ છે? જ્યારે બીજાએ લખ્યું કે, જુનિયર વિરાટ આવવાનો છે અનુષ્કા પ્રેગ્નેન્ટ છે.

અનુષ્કા અને વિરાટને થોડા દિવસો પહેલાં મેટરનિટી ક્લિનીકની બહાર પાપારાઝીએ સ્પોટ કર્યા હતાં. પણ ત્યારે આ બંનેએ પાપારાઝીને ફોટો લીક ન કરવાની વિનંતી કરી હતી. અમે આ અંગે જલ્દી જ જાહેરાત કરીશું એમ વિરુષ્કાએ જે તે વખતે કહ્યું હતું. તેથી જ હવે વિરુષ્કાના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થવાનું છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.

વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે, જોકે આ બાબતે બંનેમાંથી કોઇએ પણ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરી નથી.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...