Homeમનોરંજનકોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રીને...

કોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રીને 4 વખત આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, 29 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ લુઆના એન્ડ્રેડ ખૂબ પ્રખ્યાત હતી પણ તેણીએ માત્ર 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. જો કે એક્ટ્રેસનું મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને ૪ વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ડોકટરોએ તેણીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો અનુસાર, લુઆના સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં તેના ઘૂંટણ પર લિપોસક્શન સર્જરી કરાવી રહી હતી.

લિપોસેક્શન સર્જરી એક પ્રકારની કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમિયાન શરીરના કોઈપણ ભાગમાંથી ચરબી દૂર કરવામાં આવે છે. અભિનેત્રી આ સર્જરીની મદદથી પોતાના ઘૂંટણ પાસેની ચરબી ઓછી કરી રહી હતી. બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર સહિત ઘણી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લુઆનાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...