Homeરસોઈશિયાળામાં આ રીતે બનાવો...

શિયાળામાં આ રીતે બનાવો મસાલેદાર ભીંડી, લોકો આંગળા ચાટતા રહી જશે

ઘણા લોકોને મસાલા ભીંડીનું શાક ખૂબ જ ભાવતું હોય છે. જે લોકો મસાલેદાર ખાવાના શોખીન છે, તેમને મસાલા ભીંડી ખૂબ જ ભાવે છે. ભીંડાનાનું શાક તો લગભગ બધા જ ઘરોમાં બનતું જ હોય છે. જો તમને પણ ભીંડાનું શાક પસંદ છે, તો હવે તમે અમારા દ્વારા જણાવવામાં આવેલી આ રેસિપી ટ્રાય કરીને મસાલા ભીંડીનું શાક બનાવી શકો છો. આ રેસિપીની મદદથી તમે સ્વાદિષ્ટ મસાલા ભીંડીના શાકને તૈયાર કરીને ખાઈ શકો છો.

આ શાક બધાને ખૂબ જ ભાવશે. ફટાફટ નોંધી લો મસાલા ભીંડીની એકદમ સરળ રેસિપી

મસાલા ભીંડી બનાવવા માટે સામગ્રી:
ભીંડો – 250 ગ્રામ, ટામેટા – 1, ડુંગળી – 1, લાલ મરચું પાવડર – 1/2 ચમચી, જીરું – 1 ચમચી, ધાણાજીરું પાવડર – 1 ચમચી, આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી, આમચૂર પાવડર – 1/4 ચમચી, કસુરી મેથી – 1/2 ચમચી, ચાટ મસાલો – 1/4 ચમચી, ગરમ મસાલો – 1/4 ચમચી, તેલ – જરૂર મુજબ, મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીત
મસાલા ભીંડી બનાવવા માટે તાજો ભીંડો ખરીદીને લાવો. તેને સારી રીતે ધોઈ લો, પછી પંખાની હવામાં સૂકવો. આ પછી ડુંગળી અને ટામેટાને બારીક સમારી લો.

હવે ગેસ પર એક કડાઈ મૂકો અને તેમાં તેલ ઉમેરીને ગરમ કરો. હવે તેમાં સમારેલા ભીંડાને ઉમેરીને હળવા ફ્રાય કરો. ત્યાર બાદ ભીંડાને પ્લેટમાં કાઢી લો, હવે કડાઈમાં થોડું વધુ તેલ નાખો, પછી જીરું નાખીને તતડાવો.

પછી તેમાં ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ નાખીને તતડાવો. 2-3 મિનિટ પછી તેમાં ટામેટાં ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાવડર, હળદર નાખીને મિક્સ કરો અને થોડીવાર માટે ચડવા દો. આ સમય દરમિયાન ગેસની આંચ ધીમી રાખો.

ટામેટાં હળવા શેકાઈ જાય એટલે તેમાં ગરમ ​​મસાલો, કસુરી મેથી, ચાટ મસાલો અને આમચુર પાવડર નાખીને બરાબર પકાવો. ત્યારબાદ તેમાં ભીંડો ઉમેરીને બરાબર હલાવી લો. પછી ઢાંકીને 10 મિનિટ સુધી શાકને બરાબર પકાવો. તમારું ભીંડી મસાલાનું શાક તૈયાર છે, તેને રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...