Homeક્રિકેટશું શુભમન ગિલ માટે...

શું શુભમન ગિલ માટે ‘શુભ’ નથી T20 ઇન્ટરનેશનલ? આંકડા આવ્યા સામે

  • ગિલે 12 T20 ઈન્ટરનેશનલ મેચમાં એક સદી ફટકારી
  • ગાયકવાડના બદલે ગિલની પસંદગી કરવામાં આવી
  • ગિલને T20I કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

શુભમન ગિલ ભારતનો નિયમિત ઓપનર બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી તે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગની બાગડોર સંભાળતો જોવા મળી રહ્યો છે. ગિલને લગભગ ત્રણેય ફોર્મેટમાં ઓપનર તરીકે પસંદગી આપવામાં આવી રહી છે.

પરંતુ ભારતીય ઓપનર માટે T20 ઈન્ટરનેશનલ અત્યાર સુધી અપેક્ષા મુજબ ચાલ્યું નથી.

સદી ફટકારી છતા પ્રદર્શન નબળું

ગિલે અત્યાર સુધી રમાયેલી 12 T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારી હોવા છતાં, ગીલ ફોર્મેટમાં તેવું કારનામું કરી શક્યો નથી જે તેણે વનડેમાં કર્યો છે. ગયા મંગળવારે (12 ડિસેમ્બર) દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ઓપનર ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.

ફોર્મમાં ઋતુરાજ ગાયકવાડ

મેચની પ્લેઈંગ ઈલેવનમાં ઋતુરાજ ગાયકવાડના બદલે ગિલની પસંદગી કરવામાં આવી હતી. ગાયકવાડ ખૂબ સારા ફોર્મમાં છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સિરીઝમાં સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તેણે આફ્રિકા સામેની બીજી ટી20માં ગિલની જગ્યાએ બેંચ થવું પડ્યું હતુ.

આવું છે ગિલનું T20 ઇન્ટરનેશનલ કરિયર

જાન્યુઆરી 2023માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનાર શુભમન ગિલ અત્યાર સુધી ફોર્મેટમાં 12 મેચ રમી ચૂક્યો છે, 12 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 27.63ની એવરેજ અને 145.45ની સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તેનો ઉચ્ચ સ્કોર 126* રન છે.

ગિલના 12 મેચોના આંકડા

આ સિવાય ગિલની એક પછી એક ટી20 ઇનિંગ્સ પર નજર કરીએ તો તે આટલો મજબૂત દેખાતી નથી. અત્યાર સુધીની ઇનિંગ્સમાં ગિલે અનુક્રમે 07, 05, 46, 07, 11, 126*, 03, 07, 06, 77, 09, 00 રન બનાવ્યા છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 12માંથી 8 ઈનિંગ્સમાં ગિલ ડબલ ડિજિટ પણ પાર કરી શક્યો નથી. જોકે, ગિલ માટે આ હજુ પ્રારંભિક તબક્કો છે. પરંતુ તેણે T20I કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...