Homeક્રિકેટવાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સઘન...

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સઘન બંદોબસ્ત માટે માઈક્રો પ્લાનીંગ

જાન્યુઆરી મહિનામાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સઘન સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસે માઈક્રો પ્લાનીંગ શરૂ કરી દીધું છે. રાજય પોલીસ વડાના સુપરવિઝન હેઠળ 35 જેટલા આઈપીએસ અધિકારીઓને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. મહોત્સવના બંદોબસ્ત માટે રાજયભરમાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 6000 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

એરપોર્ટથી માંડીને મહાત્મા મંદિર સુધીના રોડ પર પોલીસની જાણ બહાર ચકલુ પણ ન ફરકી શકે તેની તકેદારી રાખવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેશ-વિદેશના મહાનુભાવોને અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ બાદ ચુસ્ત સલામતી બંદોબસ્ત હેઠળ મહાત્મા મંદિર સુધી લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. એરપોર્ટ પર મહાનુભાવોને અલાયદા એકઝીટ ગેટ પર રિસિવ કરવાથી માંડીને મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવશે, જેનું નેતૃત્વ ઉચ્ચ આઈપીએસ અધિકારીને સોંપવામાં આવશે.

વાઈબ્રન્ટ સમીટ દરમિયાન 35 જેટલા આઈપીએસ ઉપરાંત 800થી વધુ પોલીસ અધિકારીઓને ફરજ સોંપાશે. જેમાં પીએસઆઈથી માંડીને ડીવાયએસપી કક્ષાના અધિકારીનો સમાવેશ થાય છે. તેમની સહાયતા માટે અલગ-અલગ જિલ્લામાંથી 5000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં કયાંય ચૂક ન રહે તે માટે પોલીસ કર્મચારીઓના પણ ડ્રેસ કોડ નકકી કરવામાં આવશે. મહાત્મા મંદિરે પરિસરમાં મહાનુભાવોની સલામતી માટે 150 જેટલા પોલીસ અધિકારી અને 700થી વધુ પોલીસ કર્મચારી ખડે પગે રહેશે.

વાઈબ્રન્ટ મહોત્સવ દરમિયાન સામાન્ય નાગરિકોને અડચણ ન પડે અને મહાનુભાવો પણ તકલીફમાં ન મુકાય તે હેતુથી ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. હાલની સ્થિતિએ મેટ્રો પ્રોજેકટની કામગીરીના પગલે કોબા-તપોવન સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે એરપોર્ટથી ગાંધીનગર તરફના રસ્તા પર ભારે ટ્રાફિક જામ રહે છે. આ રોડને ટુ લેનનો બનાવીને ફરીથી ચાલુ કરવામાં આવશે.

નવા રોડની કામગીરી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પુરી થઈ જવાની શકયતા છે. પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેકટ સાથે સંકળાયેલી ટીમ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. એરપોર્ટથી મહાત્મા મંદિર અને ગાંધીનગરમાં મહત્વના સ્થળોએ મેટ્રોના પગલે રોડ બંધ ના રહે તે પ્રકારનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે ચ-2 સર્કલ અને ખ-5 સર્કલના રોડ વાઈબ્રન્ટ સમીટ પહેલાં ફરી શરૂ થઈ જશે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...