Homeક્રિકેટસેન્ચુરિયન ટેસ્ટમાં આ ત્રણ...

સેન્ચુરિયન ટેસ્ટમાં આ ત્રણ કારણોસર બેકફૂટ પર ધકેલાઈ ટીમ ઈન્ડિયા

સેન્ચુરિયનમાં ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસ સુધીમાં સાઉથ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી લીધી હતી. સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ડીન એલ્ગરે શાનદાર પ્રદર્શન કર્યું છે. સદી ફટકાર્યા બાદ તે અણનમ છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયા હાલ બેકફૂટ પર છે. કેએલ રાહુલ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. આ પછી શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણ બોલિંગમાં પણ થોડા મોંઘા સાબિત થયા છે. ભારતીય ટીમ હાલમાં ત્રણ કારણોસર પાછળ છે.

બેટિંગમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન

કેએલ રાહુલ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય બેટિંગ કરી શક્યો નહોતો. રાહુલે 14 ફોર અને 4 સિકસરની મદદથી 101 રન બનાવ્યા હતા. આ પહેલા ઓપનર યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 5 રન બનાવીને અને શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ થયા હતા. એ જ રીતે વિરાટ કોહલી 38 રન અને ઐયર 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નબળી બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા પાછળ રહી ગઈ હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બોલર ડીન એલ્ગરને આઉટ ન કરી શક્યા

બીજા દિવસની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા હતા. ડીન એલ્ગર તેની સદી બાદ પણ અણનમ રહ્યો હતો. તેણે 211 બોલમાં 23 ફોર 140 રન બનાવ્યા છે . એલ્ગરે ભારતીય બોલરો પર પ્રભુત્વ જમાવ્યું છે. તેની સાથે ડેવિડ બેડિંગહામે પણ સારી બેટિંગ કરી હતી. જોકે, તે ફિફટી ફટકારીને આઉટ થયો હતો.

શાર્દુલ ઠાકુર મોંઘો સાબિત થયો

ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. ક્રિષ્ના અને સિરાજે ચોક્કસપણે વિકેટ લીધી પરંતુ તે થોડો મોંઘો સાબિત થયો હતો. શાર્દુલ ઠાકુર પણ મોંઘો સાબિત થયો. તેણે 12 ઓવરમાં 57 રન આપ્યા હતા. સિરાજે 15 ઓવરમાં 63 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાને હવે ત્રીજા દિવસના પહેલા સેશનમાં સારી બોલિંગ કરવાની અને ડીન એલ્ગરને આઉટ કરવાની જરૂર પડશે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...