Homeમનોરંજનકરોડો નહીં, અબજોની સંપત્તિનો...

કરોડો નહીં, અબજોની સંપત્તિનો માલિક છે સલમાન, આખરે કયા-કયા પ્લેટફોર્મે ભાઇજાનને આપી છે આગવી ઓળખ

સુલ્તાનથી લઈને ભાઈજાન જેવી દબંગ મૂવીનાં એક્ટર સલમાન ખાનને ફેન્સનો સતત પ્રેમ મળતો હોય છે. 27 ડિસેમ્બર એટલે કે ભાઈજાનનો બર્થડે..અને આજે સલમાન ખાન પોતાનો 58મો જન્મદિવસ ઊજવી રહ્યાં છે. તેમની ફિલ્મોથી લઈને પર્સનલ લવ લાઈફ સુધીની અનેક ચીજો તો ફેન્સ જાણે જ છે પણ સલમાન ખાનની નેટવર્થ કેટલી છે એ અંગે ઘણું ઓછું જાણતાં હોય છે.

શું તમે જાણો છો કે અરબોની સંપત્તિનાં માલિક સલમાન ખાન ખુદ પણ એક બિઝનેસમેન છે?

ફિલ્મ
રિપોર્ટસ્ અનુસાર સલમાન ખાન એક-એક ફિલ્મ માટે 100 કરોડ સુધીની ફીઝ લેતાં હોય છે. એટલું જ નહીં હવે તો તેઓ મોટાભાગની ફિલ્મોમાં ફીઝની સાથે-સાથે પોતાનો અલગ શેર પ્રોફિટ પણ લે છે. સલમાન ખાને તેની પહેલી ફિલ્મ માટે માત્ર 11,000 રૂપિયા ચાર્જ કર્યા હતા. તેણે 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ટીવી શૉ હોસ્ટ
સલમાન ખાન ટીવીની દુનિયા સાથે પણ જોડાયેલા છે. તેમણે દસ કા દમથી ટીવી પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેઓ BIG BOSS શૉને હોસ્ટ કરે છે. હાલમાં શૉની 17મી સીઝન ચાલુ છે. આ શૉ સાથે તેઓ 14 વર્ષોથી જોડાયેલા છે. એક રિપોર્ટ અનુસાર આ શૉ હોસ્ટ કરવા માટે પણ સલમાનભાઈ આશરે 12 કરોડ રૂપિયા એક અઠવાડિયાનાં વસૂલે છે.

ફિલ્મ પ્રોડ્યુસર
સલમાન ખાન માત્ર એક એક્ટર નહીં પણ પ્રોડ્યૂસર પણ છે. તેમણે જહીર ઈકબાલથી માંડીને પ્રનૂતન, અથિયા શેટ્ટી, સૂરજ પંચોલી અને જીજા આયુષ શર્મા જેવા અનેક સ્ટાર્સને પોતાના પ્રોડક્શનથી લોન્ચ કર્યું છે.

જાહેરાત
સલમાન ખાનનું ઈંડસ્ટ્રીમાં ઘણું મોટું નામ છે. ઘણી બધી વીડિયો જાહેરાતોમાં પણ સલમાન ખાન પોતાનો ચહેરો બતાડવા અને ડાયલોગ બોલવા માટે તગડી ફીઝ વસૂલતા હોય છે. રિપોર્ટ અનુસાર બ્રાંડ એંડોર્સમેન્ટથી તેઓ 300 કરોડની આસપાસની કમાણી કરી લે છે.

બિઝનેસમેન
માત્ર એક્ટર અને પ્રોડ્યુસર જ નહીં, ભાઈજાન મોટા બિઝનેસમેન પણ છે. તેમણે ક્લોધિંગ બ્રાન્ડ બીઈંગ હ્યૂમનની શરૂઆત આશરે 10-12 વર્ષો પહેલાં કરી હતી. જો કે આ બ્રાંડનો હેતુ NGO એક્ટિવિટી માટે આવક ઊભી કરવાનો હતો. માહિતી અનુસાર આ બ્રાંડ દ્વારા ઊભી થતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોનાં શિક્ષણ માટે કરવામાં આવે છે.

કુલ નેટવર્થ
સલમાન ખાન બોલીવુડમાં સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સમાંના એક છે. કરોડોપતિ સલમાન ખાનને લક્ઝરી કારોનો પણ ઘણો શોખ છે. આ સિવાય તેમની પાસે પનવેલમાં ફાર્મ હાઉસ અને મુંબઈમાં પણ અનેક પ્રોપર્ટીઝ છે. મીડિયાનાં કેટલાક રિપોર્ટ અનુસાર સલમાન ખાનની નેટવર્થ આશરે 350 મિલિયન એટલે કે 2912 કરોડની આસપાસ છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...