Homeક્રિકેટઆઈસીસીની ટેસ્ટ ટીમમાં વિરાટ-રોહિતને...

આઈસીસીની ટેસ્ટ ટીમમાં વિરાટ-રોહિતને ન મળી જગ્યા, જાણો કોણ બન્યુ કેપ્ટન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેની વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ મેન્સ ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. ICCએ આ ટીમમાં માત્ર બે ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જ્યારે ભારતને હરાવીને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર ઓસ્ટ્રેલિયામાંથી આ ટીમમાં કુલ પાંચ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. આ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને આપવામાં આવી છે.

ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્માની આ ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. જ્યારે વિરાટ કોહલીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું હતું. આ પહેલા 2021માં તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું.

ભારત તરફથી માત્ર બે ખેલાડી

રોહિત અને વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારત તરફથી કોઈ બેટ્સમેન આ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. જોકે ટીમના બે સ્પિનરો આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ટીમમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. આ બે સિવાય આ ટીમમાં અન્ય કોઈ ભારતીયની પસંદગી થઈ નથી. આ ટીમમાં ઈંગ્લેન્ડના બે ખેલાડીઓને પણ જગ્યા મળી છે. આ ટીમમાં જો રૂટ અને સ્ટુઅર્ટ બ્રોડની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર એક ખેલાડીની પસંદગી કરવામાં આવી છે અને તે છે કેન વિલિયમસન. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ પાંચ ઓસ્ટ્રેલિયનને મળ્યુ ટેસ્ટ ટીમમાં સ્થાન

કરુણારત્નેની સાથે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ આ ટીમમાં છે. વિકેટકીપરની જવાબદારી ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીને આપવામાં આવી છે. પેટ કમિન્સ કેપ્ટન છે. આ ટીમમાં મિચેલ સ્ટાર્કની પણ પસંદગી કરવામાં આવી છે.

ICC ટેસ્ટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખાવડા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી, રવિચંદ્રન અશ્વિન, મિચેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...