MI W vs DC W: હરમનપ્રીતની ફિફ્ટી, રોમાંચક મેચમાં મુંબઇની જીત

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ટોસ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીના 171ના જવાબમાં ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. હેલી મેથ્યુઝ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગઈ હતી. અહીંથી નતાલી સીવર અને યાસ્તિકા ભાટિયાએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન નતાલી 19 રન બનાવીને આઉટ થઇ હતી.

યાસ્તિકા ભાટિયાએ તોફાની અંદાજમાં રમતા 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 57 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેમના પછી હરમનપ્રીતે ચાર્જ સંભાળ્યો. હરમને તોફાની ફિફ્ટી ફટકારી હતી પરંતુ છેલ્લી ઓવરમાં 34 બોલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગઇ હતી. મુંબઈને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. સજનાએ સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક જીત અપાવી હતી.

એલિસ કેપ્સીની શાનદાર ઇનિંગ્સ

આ મેચમાં ઇંગ્લેન્ડની મહિલા બેટ્સમેન એલિસ કેપ્સીએ શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન મેગ લેનિંગે 31 રનની ઇનિંગ રમી હતી. જે બાદ ત્રીજા નંબરે રમવા આવેલા કેપ્સીએ 53 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમના સિવાય જેમિમાહ રોડ્રિગ્ઝે 24 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્સીએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. અંતે, મેરિજન કેપે 9 બોલમાં 16 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 170થી આગળ લઈ ગયા. મુંબઈ ઈન્ડિયન્સ સામે આ લીગના ઈતિહાસમાં આ સૌથી મોટો અને રેકોર્ડ સ્કોર હતો.

શેફાલી વર્મા ફ્લોપ રહી

આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા ભારે ફ્લોપ સાબિત થઈ હતી. તેણે 8 બોલ રમ્યા બાદ માત્ર એક રન બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનું ફોર્મ એવું નથી રહ્યું કે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરી હતી. આ ઈનિંગમાં મુંબઈ માટે બોલિંગની વાત કરીએ તો ઈસ્માઈલે 1 વિકેટ ઝડપી હતી. એમેલિયા કાર અને નેટ સીવર બ્રન્ટને 2-2 સફળતા મળી.

ઓપનિંગ સેરેમનીમાં ગ્લેમરનો તડકો

આ મેચ પહેલા વિમેન્સ પ્રીમિયર લીગની આ સિઝનની રંગીન શરૂઆત થઈ છે. આ સેરેમનીમાં શાહરૂખ ખાન, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને ટાઈગર શ્રોફ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. અંતમાં શાહરૂખ ખાન તમામ ટીમના કેપ્ટન સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બાદમાં તમામ મહિલા કેપ્ટનોએ શાહરૂખ સાથે ફોટોશૂટ કરાવ્યું અને તેના સિગ્નેચર પોઝ પણ આપ્યા.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...