Homeમનોરંજનસાવકી મા શબાના આઝમીના...

સાવકી મા શબાના આઝમીના ‘બેટૂ’નું બર્થ-ડે સેલિબ્રેશન

અભિનય, સંગીત, દિગ્દર્શન અને લિરિક્સમાં પોતાની ઓળખ બનાવનાર ફરહાન અખ્તર (Farhan Akhtar)એ જાત મહેનતે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. બહુ-પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવા ફરહાન અખ્તરનો આજે જન્મદિવસ (Farhan Akhtar Turns 50) છે. ફરહાન અખ્તરના જન્મદિવસની ઉજવણી મધરાતથી જ શરુ થઈ ગઈ છે. ફરહાન અખ્તરે ફૅમેલી જોડે ૫૦મો જન્મદિવસ ઉજવ્યો. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ સેલિબ્રેશન દરમિયાન એક પોસ્ટે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ફરહાન અખ્તરની સાવકી માતા અને પીઢ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi)એ અનોખી રીતે બેટુ ફરહાન અખ્તરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

બૉલિવૂડ (Bollywood)ના રોકસ્ટાર ફરહાન અખ્તરે તેના પરિવાર અને પત્ની શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે ૫૦મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ફરહાન અખ્તરે પરિવાર અને નજીકના મિત્રો સાથે મધરાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. શબાના આઝમીએ ઈન્સ્ટાગ્રામ પર ફરહાન અખ્તર, જાવેદ અખ્તર (Javed Akhtar), હની ઈરાની (Honey Irani), ઝોયા અખ્તર (Zoya Akhtar) અને શિબાની દાંડેકર સાથેનો ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘સાલગિરાહ મુબારક બેટુ. લાંબુ જીવો, ખુશ રહો અને બહુ બધો પ્રેમ.’

સાવકી માતા શબાના આઝમીએ અભિનેતા માટે કરેલી પોસ્ટ ચાહકોના હૃદયને સ્પર્શી ગઈ છે. આ પોસ્ટ પર સેલિબ્રિટી મિત્રો અને ચાહકોએ ફરહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ફરહાન અખ્તર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર છે. જાવેદ અને હનીના લગ્ન વર્ષ ૧૯૭૨માં થયા હતા અને પછી વર્ષ ૧૯૮૫માં જાવેલ અને હની જુદા થઈ ગયા હતા. ત્યારબાદ જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા. જાવેદ અને શબાનાને સંતાન નથી, તેઓ ફરહાન અને ઝોયાને પોતાના બાળકો જ માને છે.

નોંધનીય છે કે, બર્થ-ડે બૉય ફરહાન અખ્તરે દિગ્દર્શન અને કરિયરની શરૂઆત ફિલ્મ દિલ ચાહતા હૈ (Dil Chahta Hai)થી કરી હતી. આ પછી તેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લક્ષ્‍ય (Lakshya) રીલિઝ થઈ. બન્ને ફિલ્મોમાં ડાયરેક્શન સ્ટાઇલને પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં ફરહાન અખ્તરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ રોક ઓન (Rock On)થી કરી હતી. આ ફિલ્મનું ગીત રોક ઓન પણ ફરહાને પોતે ગાયું હતું. ફરહાન અખ્તરના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેણે દિગ્દર્શણમાં પોતાની બે ફિલ્મો ‘જી લે ઝરા’ (Jee Le Zaraa) અને ‘ડૉન ૩’ (Don 3)ની જાહેરાત કરી દીધી છે.

ફરહાન અખ્તરે બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુ સમય પસાર કર્યો છે. જાવેદ અખ્તરનો દીકરો હોવા છતાં તેને પ્રોફેશનલ લાઈફમાં ઘણી મહેનત કરવી પડી હતી. આ સખત મહેનતનું પરિણામ છે કે સોશ્યલ મીડિયા પર ફરહાનની સારી ફેન ફોલોઈંગ છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...