Homeક્રિકેટઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાલુ મેચમાં...

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાલુ મેચમાં બદલ્યું બેટ, જે બાદ થયો મોટો હંગામો, જાણો કારણ

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિવાદ થયો હતો. આ વિવાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના બેટને લઈને થયો હતો. મેચના ત્રીજા દિવસે શનિવારે જ્યારે ખ્વાજા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના બેટ પરથી કબૂતર પક્ષીનું સ્ટીકર હટાવવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ખ્વાજાનું બેટ તૂટી ગયું હતું.

આ પછી તેણે પોતાનું બેટ ચેન્જ કરાવ્યું. ખ્વાજા પાસે જે બેટ આવ્યું તેના પર પક્ષીનું સ્ટીકર હતું, જેને હટાવ્યા બાદ ખ્વાજાએ બેટિંગ શરૂ કરી હતી.

ખ્વાજાએ બેટ પરથી સ્ટીકર હટાવવું પડ્યું

વાસ્તવમાં, ICCએ ખ્વાજાને આમ કરવાની મનાઈ કરી છે. પાકિસ્તાન સામે રમાયેલી સિરીઝમાં ખ્વાજાએ ICC પાસે પરવાનગી માંગી હતી કે શું તે પોતાના બેટ પર કબૂતર પક્ષીનું સ્ટીકર લગાવી શકે છે. પરંતુ ICCએ તેને આ કરવાની મંજૂરી આપી ન હતી. ICCએ આને રાજકીય વિરોધ ગણાવ્યો હતો. ખ્વાજાએ ગાઝામાં યુદ્ધથી પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની પરવાનગી માંગી હતી. તેથી આઈસીસીએ તેને રાજકીય ગણાવીને મંજૂરી આપી ન હતી.

નેટ સેશનમાં આ પ્રકારના બેટનો કરે છે ઉપયોગ

ICC ના ઈનકાર બાદ ખ્વાજા નેટ સેશનમાં આ પ્રકારના બેટનો ઉપયોગ કરી રહ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેને તેના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. ખ્વાજાએ પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં કાળી પટ્ટી પહેરી હતી અને તેના કારણે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેની પાછળનું કારણ ગાઝામાં થઈ રહેલો નરસંહાર હોવાનું પણ કહેવાયું હતું.

જૂતાના કારણે પણ થયો હતો વિવાદ

ખ્વાજાનો જન્મ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયો હતો. જેના કારણે આ વિવાદ વધુ વકર્યો હતો. પર્થમાં જ પાકિસ્તાન સામેની શ્રેણીમાં ખ્વાજાને જૂતા પહેરવાથી અટકાવવામાં આવ્યો હતો. આ જૂતા પર બે સંદેશા લખેલા હતા, જેમાં એક લખેલું હતું, બધા જીવ સમાન છે અને સ્વતંત્રતા એ માનવ અધિકાર છે.

માત્ર 28 રન બનાવીને આઉટ થયો ખ્વાજા

જોકે, ખ્વાજા આ ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઈનિંગમાં પણ કંઈ ખાસ કરી શકી ન હતી. ટીમ માત્ર 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી નાથન લિયોને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. જ્યારે કેમરૂન ગ્રીને 34 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટ્રેવિસ હેડ 29 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...