Homeક્રિકેટIND vs ENG: ટીમ...

IND vs ENG: ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં, કુલદીપ-બુમરાહની શાનદાર પાર્ટનરશિપ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચની ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાને 473 રન બનાવ્યા છે. આ સાથે ભારતે 255 રનની લીડ મેળવી લીધી છે. આજના દિવસની શરૂઆતમાં ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી.

ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા.

જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 45 રનની પાર્ટનરશિપ કરી છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને અણનમ પરત ફર્યા છે. ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 4 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલીએ 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે જેમ્સ એન્ડરસન અનેે કેપ્ટન બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી છે.

ભારતની પ્રથમ ઈનિંગ

Day-2: ત્રીજો સેશન

આર અશ્વિન આઉટ: ટોમ હાર્ટલીએઈંગ્લેન્ડ તરફથી 102મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. આ દરમિયાન હાર્ટલીએ ટીમ ઈન્ડિયાને એક ઓવરમાં બે ઝટકા આપ્યા હતા. પ્રથમ બોલ પર રવિન્દ્ર જાડેજા અને છેલ્લા બોલ પર આર અશ્વિનને પોતાનો શિકાર બનાવ્યા હતા. પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમી રહેલા અશ્વિન ડકનો શિકાર બન્યો હતો.

રવિન્દ્ર જોડેજા આઉટ: ભારતીય ટીમને સાતમો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જોડેજા 15 રન બનાવીને ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. હાલમાં ભારત તરફથી આર અશ્વિન અને કુલદિપ યાદવ ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 210 રન થઈ ગઈ છે.

ધ્રુવ જૂરેલ આઉટ: ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. શોએબ બશીરે ધ્રુવ જૂરેલને પોતાનો શિકાર બનાવ્યો હતો. શોએબ બશીરની આ ઇનિંગની ચોથી વિકેટ છે. રાંચી ટેસ્ટનો હિરો ધ્રુવ જૂરેલ માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો.

દેવદત્ત પડિક્કલ આઉટ: ભારતીય ટીમને ચોથો ઝટકો ડેબ્યૂડેન્ટ દેવદત્ત પડિક્કલના રૂપમાં લાગ્યો હતો. પડિક્કલે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 103 બોલમાં 10 ફોર અને 1 સિકસની મદદથી 65 રન બનાવ્યા હતા. શોએબ બશીરે પડિક્કલને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાલમાં ભારત માટે ધ્રુવ જૂરેલ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 209 રન થઈ ગઈ છે.

સરફરાઝ ખાન આઉટ: ભારતીય ટીમને ચોથો ઝટકો સરફરાઝ ખાનના રૂપમાં લાગ્યો હતો. સરફરાઝ ખાન 56 રન બનાવીને રૂટના હાથે કેચ આઉટ થયો હતો. તેને શોએબ બશીરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાલમાં ભારત તરફથી જાડેજા અને પડિક્કલ ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 177 રન થઈ ગઇ છે

દેવદત્ત પડિક્કલની ફિફ્ટી

દેવદત્ત પડિક્કલે સિકસ ફટકારીને તેની ડેબ્યૂ મેચમાં ફિફ્ટી પૂરી કરી હતી.પડિક્કલે 83 બોલમાં 8 ફોર અને 1 સિકસની મદદથી 50 રનનો આંકડો પાર કર્યો હતો.

Day-2: બીજો સેશનની રમત સમાપ્ત

ભારતનો સ્કોર ટી બ્રેક સુધી 84 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 376 રન છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 158 રનની લીડ મેળવી લીધી છે. હાલમાં સરફરાઝ ખાન 56 રન અને દેવદત્ત પડિક્કલ 44 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 131 બોલમાં 97 રનની પાર્ટનરશિપ થઈ છે. બીજા સેશનમાં રોહિત શર્મા અને શુભમન ગિલ આઉટ થયા હતા. રોહિત શર્માને બેન સ્ટોકસે બોલ્ડ કર્યો હતો. જ્યારે ગિલને જેમ્સ એન્ડરસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

સરફરાઝ ખાનની ફિફ્ટી

શુભમન ગિલની વિકેટ બાદ સરફરાઝ ખાન ક્રિઝ પર આવ્યો હતો. સરફરાઝ ખાને ફરી એકવાર શાનદાર બેટિંગ કરતા 55 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ફોર અને 1 સિકસ ફટકારી હતી.

સરફરાઝ- પડિક્કલ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ

ટીમ ઈન્ડિયાને 2 ઓવરમાં 2 ઝટકા લાગ્યા બાદ દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાને ઈનિંગને સંભાળી છે. આ બંને વચ્ચે 50 રનની પાર્ટનરશિપ પણ થઈ છે,

શુભમન ગિલ આઉટ: બીજા સેશનની શરૂઆતની 2 ઓવરમાં ટીમ ઈન્ડિયાને 2 ઝટકા લાગ્યા છે. જેમ્સ એન્ડરસને શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ગિલ 150 બોલમાં 12 ફોર અને 5 સિકસની મદદથી 110 રન બનાવને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં ભારત તરફથી દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાન ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 62 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 280 રન છે.

રોહિત શર્મા આઉટ: ભારતને બીજો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો છે. રોહિત શર્મા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસના પ્રથન બોલ પર બોલ્ડ થયો હતો. રોહિતે કપ્તાની ઈનિંગ રમતા 162 બોલમાં 13 ફોર અને 3 સિકસની મદદથી 103 રન બનાવ્યા હતા. હાલમાં ભારત તરફથી શુભમન ગિલ અને ડેબ્યૂડન્ટ દેવદત્ત પડિક્કલ ક્રિઝ પર છે.

Day-2: પ્રથમ સેશનની રમત સમાપ્ત

બીજા દિવસની રમતના લંચ બ્રેક સુધી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 264 રન છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 46 રનની લીડ મેળવી છે. બીજા દિવસના પ્રથમ સેશનમાં રોહિત અને ગિલે શાનદાર બેટિંગ 129 રન જોડ્યા હતા. ઈંગ્લેન્ડના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. હાલમાં રોહિત શર્મા 102 રન અને શુભમન ગિલ 101 રન બનાવીને ક્રિઝ પર છે.

ગિલની શુભ ઈનિંગ

રોહિત શર્મા બાદ શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 4 સદી છે. 137 બોલની ઈનિંગમાં 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન બંને વચ્ચે 236 બોલમાં 160 રનની પાર્ટનરશિપ પણ થઈ છે. હાલમાં ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 264 રન છે.

રોહિતની કપ્તાની ઈનિંગ

રોહિત શર્મા કપ્તાની ઈનિંગ રમતા સદી ફટકારી છે, હિટમેને 154 બોલમાં 13 ફોર અને 3 સિકસની મદદથી 100 રન પૂરા કર્યા હતા. જે તેની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી છે.

ભારતનો સ્કોર 200 રનને પાર

રોહિત શર્મા અને શુભમન ગિલે ઇનિંગ્સને સંભાળી હતી અને ભારતનો સ્કોર માત્ર એક વિકેટના નુકસાને 200ને પાર કરી ગયો હતો. આ સાથે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ ફિફ્ટી ફટકારી છે.

શુભમનની ફિફ્ટી

બંને ભારતીય ઓપનરો બાદ શુભમન ગિલે પણ પોતાની ફિફ્ટી ફટકારી છે. શુભમન ગિલે 64 બોલમાં 5 ફોર અને 3 સિકસની મદદથી ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે શુભમન ગિલે ટેસ્ટમાં 7મી ફિફ્ટી ફટકારી છે.

બીજા દિવસની રમત શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચની બીજા દિવસની રમત શરૂ થઈ છે. ભારત તરફથી રોહિત શર્મા 52 રન અને શુભમન ગિલ 26 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.

પ્રથમ દિવસની રમત સમાપ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. ત્યારે ભારતે દિવસના અંત સુધી 30 ઓવરમાં 1 વિકેટના નુકસાને 135 રન બનાવ્યા છે. હાલમાં ભારત ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા 52 રન અને શુભમન ગિલ 26 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરને એક સફળતા મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી 79 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને કુલદીપ યાદવે મળીને 9 વિકેટ લીધી હતી.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...