Homeકૃષિજાણો PM કિસાન સન્માન...

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એક વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સરકાર દ્વારા કુલ 14 હપ્તા ખેડૂતોને તેના બેંક ખાતામાં આપવામાં આવ્યા છે.

હવે ખેડૂતો 15 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

15 મો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે

આ 15 માં હપ્તાના 2,000 રૂપિયા થોડા દિવસોમાં જ ખેડૂતોને આપવામાં આવી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિનો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેથી જે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમને ઓફિશિયલ પોર્ટલ પર જઈને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી જોઈએ.

ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

ટોલ ફ્રી નંબર પર કરો સંપર્ક

ખેડૂતોને આ યોજનાને લગતી કોઈપણ સમસ્યા હોય કે મુશ્કેલી આવે તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 155261 / 011-24300606 પર સંપર્ક કરી શકે છે.

ખેડૂતો પોતાનું નામ આવી રીતે લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે

સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’ પર ક્લિક કરો.
હવે Beneficiary List લિંક પર ક્લિક કરો.
ક્લિક કર્યા બાદ એક વેબપેજ ઓપન થશે.
તેમાં તમારું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
સબમિટ કર્યા બાદ તમને એક લિસ્ટ દેખાશે.
આ લિસ્ટમાં તમારું નામ ચેક કરો.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...