Homeજાણવા જેવુંફકત મહિલાઓ માટે :...

ફકત મહિલાઓ માટે : જો તમે રાત્રે ભાડે ટેકસી કરીને મુસાફરી કરો છો, તો ચોક્કસપણે આ સલામતી ટીપ્સને અનુસરો

દરરોજ મહિલાઓ ઓફિસથી ઘરે જવા માટે ઓફિસ કેબ, કે પછી ભાડે ટેકસીનો વધારે પડતો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે આ વાહનમાં રાત્રિના સમયે મુસાફરી કરી રહ્યા છો તો તમારે કેટલીક સેફ્ટી ટિપ્સને ફોલો કરવી જરુરી છે. ટેકસી બુક કરતી વખતે તમારે ડ્રાઈવરની જાણકારી મેળવી લેવી જોઈએ, હવે તો ઓનલાઈન રિવ્યુ સિસ્ટમ આવી ગઈ છે તમે ઓનલાઈન ડ્રાઈવરના રિવ્યુ પણ ચેક કરી શકો છો.

જો તમે અજાણ્યા રૂટ પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારા મોબાઈલમાં પણ લોકેશન ઓન રાખો, જેથી તમને ખબર પડે કે તમે સાચા રસ્તે છો કે નહીં.
ડ્રાઇવર સાથે ક્યારેય વધુ વાતો ન કરો અને તેને મોબાઇલ નંબર અને સરનામું જેવી તમારી અંગત માહિતી આપશો નહીં.

તમારું લોકેશન શેર કરો

ટેકસીમાં બેસ્યા બાદ સૌથી પહેલા પોતાના પરિવારના એક થી વધુ સભ્યોને પોતાના લોકેશન શેર કરો. જેનાથી તમારા પરિવારના સભ્યો જાણી શકે કે, તમે કયાં રસ્તા દ્વારા આવી રહ્યા છો, કયા સ્થળ પર છો. તમને ઘરે પહોંચતા કેટલો સમય લાગશે.

ફોનમાં વાત કરો

જો તમને લાગે છે કે, ટેકસીનો ડ્રાઈવર યોગ્ય રીતે ગાડી ચલાવી રહ્યો નથી, તેમજ તમારી સાથે યોગ્ય રીતે વ્યવ્હાર કરી રહ્યો નથઈ તો તરત જ તમે તમારા ફ્રેન્ડ કે પછી પરિવારના કોઈપણ સભ્યોને ફોન કરી જાણકારી આપી શકો છો. તેમજ તમે કારનો નંબર તેમજ ડ્રાઈવરની તમામ જાણકારી પણ શેર કરી શકો છો. પોલીસની મદદ પણ ફોન કરી લઈ શકો છો. ધ્યાન રાખો કે, તમે જ્યારે પણ રાત્રિના સમયે મુસાફરી કરી રહ્યા છો ત્યારે તમારા ફોનની બેટરી પુરી ન થઈ જાય. જેના માટે તમારા પર્સમાં એક પાવર બેંક જરુર રાખો જે તમને તમારા ફોનની બેટરી માટે કામ લાગશે.

ગાડીનો નંબર ચેક કરીને બેસવું

ધ્યાન રાખો કે, જ્યારે પણ તમે ટેક્સીનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ગાડી નંબર ખાસ ચેક કરીને બેસવું. કારણ કે હંમેશા કેટલાક ડ્રાઈવર હોય છે જે પોતાના કારની ડિટેલ્સને અપટેડ કરાવતા નથી. જ્યારે તમને સેફ્ટી પ્રોબ્લેમ કાંઈ થાય તો તમે ડ્રાઈવરને એજ રુટ પર ગાડી ચલાવવાનું કહો જે તમે જાણો છો. અને કહો કે, તે પોતાનું લોકેશન ચાલુ કરીને ગાડી ચલાવે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...