- એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર છે સાગનું શાક
- આંખની રોશની વધારવાની સાથે હાર્ટ માટે લાભદાયી
- વજન ઘટાડવાની સાથે હાડકાંને પણ કરે છે મજબૂત
પંજાબનું ફેમસ સાગનું શાક અનેક જગ્યાઓએ ફેમસ થઈ ચૂક્યું છે. તેમાં ફક્ત સ્વાદ જ નહીં પણ અનેક પોષક તત્વો પણ હોય છે. પ્રોટીન, ફાઈબર સિવાય કેલેરી, ફેટ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, શુગર, પોટેશિયમ, વિટામિન એ-બી-સી-ડી અને 12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા અનેક ન્યૂટ્રિશિયન્સ મળે છે.
તેના સેવથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
સરસોના શાકમાં મળે છે આ ન્યૂટ્રીશિયન
સાગમાં વિટામિન એ,સી, ડી, બી-12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વ પણ ભરપૂર છે. 113 ગ્રામ સાગના શાકમાં 2 ગ્રામ પ્રોટીન મળે છે. તેમાં 59.9 કેલેરી, 499.5 ગ્રામ સોડિયમ, 6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 3 ગ્રામ શુગર, 1 ગ્રામ ફાઈબર મળે છે.
જાણો સાગના શાકના ફાયદા
6 પ્રકારના કેન્સરથી બચાવે
એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર સાગ, શરીરને ડિટોક્સીફાઈ કરીને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તેના સેવનથી શરીરને 6 પ્રકારના (બ્લેડર, પેટ, બ્રેસ્ટ, ફેફસા, પ્રોસ્ટેટ અને ઓવરી)ના કેન્સરથી બચી શકાય છે. કેમકે સાગ કેન્સરની કોશિકાને વધવા દેતું નથી.
આંખની રોશની વધારે
સાગને વિટામિન-એનું પાવરહાઉસ માનવામાં આવે છે અને વિટામિન એ આંખને વધારે છે. તેનાથી આંખની રોશની વધે છે. આ આંખની માંસપેશીને કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવે છે.

હાર્ટ માટે ફાયદારૂપ
જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે તેઓએ સાગનું શાક ખાવું, તેનાથી ફોલેટનું નિર્માણ વધે છે. હાર્ટ એટેક અને હાઈપર ટેન્શન જેવી મુશ્કેલીઓ દૂર થાય છે.
મેટાબોલિઝમ વધારે
સરસિયાના શાકમાં ફાઈબર ભરપૂર હોય છે જે શરીરને મેટાબોલિઝમને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયા દુરસ્ત રહે છે. ફાઈબર ફૂડ ખાવાથી કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

વજન ઘટાડે
સાગમાં ફાઈબરનું પ્રમાણ વધારે અને કેલેરી ઓછી હોય છે અને તેના સેવનથી મેટાબોલિઝમ સારું રહે છે.
મજબૂત હાડકા
સાગનું શાક હાડકાની મજબૂતી માટે લાભદાયી છે. તેનાથી તે નબળા બને છે અને તેની રિકવરી માટે લાભદાયી માનવામાં આવે છે.