Homeક્રિકેટRinku Singh: સામાન્ય પરિવારનો...

Rinku Singh: સામાન્ય પરિવારનો છોકરો આજે ઓસ્ટ્રેલિયાને હંફાવી રહ્યો છે, પિતા ગેસ સિલિન્ડર વેચતા હતા, ભાઈ ઓટો ડ્રાઈવર; જાણો રિન્કુ સિંહની સ્ટ્રગલ સ્ટોરી

સમગ્ર ભારતમાં હાલ એક પ્લેયર ચર્ચામાં છે, અને તે છે રિન્કુ સિંહ. રિન્કુ સિંહને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ફિનિશરની જેમ હાલ જોવામાં આવી રહ્યો છે. લાસ્ટ ઓવર્સમાં આવીને તેની સિક્સ હિંટિંગ સ્કિલે વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયા ટીમ હાલ ભારતના પ્રવાસે 5 ટી-20ની શ્રેણી રમી રહી છે, તેમાં બીજી ટી-20માં રિન્કુ સિંહે આક્રમક બેટિંગ કરી 9 બોલમાં 31 રન બનાવી દીધા હતા, જેમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

જેની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 236 રનનો પહાડ સમાન સ્કોર આપ્યો હતો. રિન્કું સિંહ બનવું સહેલુ નથી, તે પ્લેયરની સ્ટ્રગલ સ્ટોરી ખરેખર ભાવુક છે. આવો જાણીએ રિન્કુ સિંહની અહીં સુધી પહોંંચવા સુધીની સફર.

અલીગઢનો રહેવાસી 25 વર્ષનો રિન્કુ સિંહ સારો ફિલ્ડર અને યુવા ટેલેન્ટ ગણાય છે. રિન્કુ એક ગરીબ પરિવારમાંથી આવે છે. જે બોલને આજે તે બાઉન્ડ્રીની પાર પહોંચાડે છે તે બોલ ખરીદવાના પણ તેની પાસે પૈસા ન હતા.

રિન્કુના પિતા એક ગેસ સિલિન્ડર વેન્ડર હતા, તેને ચાર ભાઈ છે જેમાં કોઈ ઓટો ચલાવે છે તો કોઈ મજૂરી કરે છે. બે ટંકના ભોજન માટે રિન્કુના પરિવારના લોકોને કાળી મજૂરી કરવી પડતી હતી. રિન્કુ પરિવારમાં સૌથી નાનો છે. રિન્કુ જ્યારે ક્રિકેટ રમતો ત્યારે તેના પિતા ભારે ગુસ્સો કરતા હતા. જો કે રિન્કુને સ્કૂલના સમયથી જ ક્રિકેટ રમવાનું ગમતું હતું અને તે ફ્રી ટાઈમમાં પોતાના મિત્રોની સાથે ક્રિકેટ રમતો હતો, જેમાં તેણે મજા આવતી હતી. આ વાતનો ખુલાસો રિન્કુ સિંહે કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટ પર રહેલા એક વીડિયોમાં કર્યો છે.

રિન્કુના જીવનને બદલવામાં ત્રણ લોકોનું મોટું યોગદાન રહ્યું છે. રિન્કુ સિંહ પોતે પણ પોતાનું ભવિષ્ય ક્રિકેટમાં જ બનાવવું છે તેવું નક્કી કરી લીધું હતું. તેના બધાં જ ભાઈ તેને સહયોગ આપતા હતા. આ વચ્ચે બે વખત અંડર-16 ટ્રાયલના પહેલા રાઉન્ડમાં તે બહાર થઈ ગયો. એવું એટલા માટે કેમકે તેણે પ્રોપર ટ્રેનિંગ મળતી ન હતી. એવામાં અલીગઢના મોહમ્મદ જીશાન તેની મદદ માટે આગળ આવ્યો. જે બાદ રિન્કુ સિંહને શરૂઆતના દિવસોમાં અલીગઢના જ મસૂદ અમીન પાસેથી કોચિંગ મળવા લાગ્યું. મસૂદ આજે પણ તેમના કોચ છે.

2018માં KKRએ ખરીદ્યો
રિન્કુ સિંહને વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સે 80 લાખ રુપિયામાં પોતાની સાથે જોડ્યો. જો કે 5 વર્ષ બાદ રિન્કુ સિંહે તે પરાક્રમ કરી દેખાડ્યું અને સુપરસ્ટાર બની ગયો. તેણે 21 બોલમાં 48 રનની શાનદાર ઈનિંગ રમીને અશક્યને શક્ય બનાવી દીધું. ગુજરાત સામેની ઈનિંગમાં રિન્કુએ 1 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા અને પોતાની ટીમને KKRને શાનદાર જીત અપાવી હતી.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...