Homeક્રિકેટWPL Auction 2024 :...

WPL Auction 2024 : કેટલા વાગ્યે શરુ થશે બીજી સિઝનની હરાજી ? જાણો ફેન્ચાઈઝીના બજેટ સુધીની અપ ટૂ ડેટ માહિતી

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન માટે ખેલાડીઓની હરાજી 9 ડિસેમ્બરે યોજાશે. હરાજીમાં ભાગ લેવા માટે 165 મહિલા ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે. જેમાંથી 104 ભારતના છે જ્યારે 61 વિદેશી ખેલાડીઓ છે. આમાં પણ અસોશિયેટ દેશોના 15 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે.

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન આવતા વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

લીગમાં રમી રહેલી પાંચ ટીમોમાં કુલ 30 ખેલાડીઓના સ્લોટ ખાલી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ટ્રોફી જીતી હતી.

WPL 2024 હરાજી ક્યારે અને ક્યાં થશે?

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 9 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.

હરાજી કયા સમયે શરૂ થશે?

મહિલા પ્રીમિયર લીગની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.

WPL ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકો છો?

આ હરાજીનું સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ચાહકો Jio સિનેમા એપ પર ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.

  • ઓક્શન લિસ્ટમાં 13 દેશોના કુલ 61 ઈન્ટરનેશનલ પ્લેયર્સે પોતાના નામ નોંધાવ્યા છે.
  • 9 વિદેશી સ્લોટ સહિત 30 સ્લોટ ભરવાના બાકી છે
  • 165 ખેલાડીઓમાંથી, 56 કેપ્ડ, 15 એસોસિયેટ રાષ્ટ્રોના ખેલાડીઓ અને 94 અનકેપ્ડ ખેલાડીઓ છે.

હરાજી માટે તમામ ટીમોના પર્સમાં કેટલા પૈસા અને કેટલા સ્લોટ બાકી છે?

ગુજરાત જાયન્ટ્સ – વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન ગુજરાત જાયન્ટ્સ ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહી હતી. ટીમ 8 મેચમાંથી માત્ર 2 જ જીતવામાં સફળ રહી અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે રહી. આ કારણોસર ગુજરાતે 3 વિદેશી ખેલાડીઓ સહિત માત્ર 8 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. હવે હરાજીમાં ટીમના પર્સમાં કુલ 5 કરોડ 95 લાખ રૂપિયા બચ્યા છે, જેમાંથી તેણે પોતાની ટીમમાં કુલ 10 ખેલાડીઓને સામેલ કરવાના છે.

દિલ્હી કેપિટલ્સ – પ્રથમ સિઝનમાં લીગ સ્ટેજ બાદ નંબર-1 સ્થાન પર રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમે હરાજીમાં તેની ટીમમાં કુલ 3 ખેલાડીઓને સામેલ કરવાના છે. દિલ્હીની ટીમમાં હાલમાં કુલ 15 ખેલાડીઓ છે જેમાંથી પાંચ વિદેશી ખેલાડી છે. તે જ સમયે, ફ્રેન્ચાઇઝીના પર્સમાં કુલ 2 કરોડ 25 લાખ રૂપિયા બાકી છે.

મુંબઈ ઈન્ડિયન્સ – ગત સિઝનમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટાઈટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમની કુલ ખેલાડીઓની સંખ્યા હાલમાં 13 છે, જેમાં 5 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. હવે ટીમે પોતાની ટીમમાં 1 વિદેશી ખેલાડી સહિત કુલ 5 ખેલાડીઓને હરાજીમાં સામેલ કરવાના છે અને તેમના પર્સમાં કુલ 2 કરોડ 10 લાખ રૂપિયા બાકી છે.

યુપી વોરિયર્સ – પ્રથમ સીઝનમાં ત્રીજા સ્થાને રહેલી યુપી વોરિયર્સની ટીમે બીજી સીઝનની હરાજી પહેલા પાંચ વિદેશી ખેલાડીઓ સહિત 13 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમને હરાજીમાં વધુ પાંચ ખેલાડીઓને પસંદ કરવાના છે, તેમના પર્સમાં કુલ 4 કરોડ રૂપિયા બાકી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – RCB મહિલા ટીમે હરાજી પહેલા માત્ર 11 ખેલાડીઓને જ રિટેન કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં માત્ર 3 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે તેમને હરાજીમાં તેમની ટીમમાં વધુ 7 ખેલાડીઓને સામેલ કરવાના છે, ત્યારે તેમના પર્સમાં 3 કરોડ 35 લાખ રૂપિયા બચ્યા છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...