HomeમનોરંજનKGF બાદ હવે ટોક્સિક...

KGF બાદ હવે ટોક્સિક ફિલ્મ લઈને આવશે યશ

એપ્રિલ 2025માં ફિલ્મ રિલીઝ થશે, યશના કો-સ્ટાર્સ અંગે સસ્પેન્સ

કન્નડ એક્ટર યશને KGF અને KGF 2ના કારણે દેશ-વિદેશમાં ઓળખ મળી છે. KGF 3નું શૂટિંગ શરૂ થાય તે પહેલા યશની આગામી ફિલ્મ જાહેર થઈ છે. સાઉથના રોકિંગ સ્ટાર યશની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હતી. યશે પોતાની આગામી ફિલ્મનું ટાઈટલ જાહેર કરવાની સાથે રિલીઝ ડેટ પણ જણાવી છે.

યશની આ ફિલ્મ માટે 2025 સુધી રાહ જોવી પડશે. તેનું નામ ‘ટોક્સિક- અ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ રાખવામાં આવ્યું છે. વીડિયો શેર કરીને યશે નવી ફિલ્મ અંગે વાત કરી છે.

યશના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર થયેલા વીડિયોમાં પત્તાનો ઝોકર જોવા મળે છે. કેપ્શનમાં યશે જણાવ્યું છે, તમે જેને શોધી રહ્યા છો, તે તમને શોધે છે – રૂમી. સોશિયલ મીડિયા પર ટોક્સિકનો એનાઉન્સમેન્ટ વીડિયો ઝડથી વાઈરલ થઈ રહ્યો છે. યશના ચાહકો સહિત લાખો સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. ટોક્સિકનું ડાયરેક્શન મુથોન ફેમ ગીતુ મોહનદાસ કરશે અને કેવીએન પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ થશે. 10 એપ્રિલ 2025ના રોજ તેને થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. તાજેતરમાં યશે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ડિસ્પ્લે ફોટો બદલીને ‘લોડિંગ’ કર્યુ હતું. ટોક્સિકમાં યશની સાથે અન્ય કયા સ્ટાર્સ હશે તેની જાણકારી હજુ અપાઈ નથી. ફિલ્મના શૂટિંગ શીડ્યુલ અને કો-સ્ટાર્સની માહિતીની હવે રાહ જોવાઈ રહી છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...