Homeક્રિકેટT20માં ટીમ ઈન્ડિયાનો શું...

T20માં ટીમ ઈન્ડિયાનો શું છે પ્લાન? જીત બાદ સુર્યાએ ખોલ્યું રાજ

ભારતની સાઉથ આફ્રિકા સામે એકતરફી જીત
આ મેચમાં સૂર્યકુમાર યાદવ ‘પ્લેયર ઓફ ધ મેચ’
આ સિરીઝમાં ભારતીય કેપ્ટન ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો સફળતાપૂર્વક અંત આવ્યો છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને જીત સાથે સિરીઝ 1-1થી બરાબર કરી હતી.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે 55 બોલમાં 7 ફોર અને 8 સિકસ મદદથી સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં જીતનો સંતોષ કેપ્ટનના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

મેચ બાદ સૂર્યાનું નિવેદન

મેચ બાદ વાત કરતા સૂર્યાએ કહ્યું, ‘મેચ જીતવી હંમેશા સુખદ હોય છે. જો તમે પણ સદી ફટકારીને ટીમને જીતાડો છો તો ખુશી બમણી થઇ જાય છે. સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું, ‘અમારો વિચાર કોઈપણ ડર વિના આક્રમક ક્રિકેટ રમવાનો છે. મેચ પહેલા અમે એક પ્લાન બનાવ્યો હતો કે પહેલા બેટિંગ કરીને સારો સ્કોર બનાવીએ અને પછી તેનો સફળતાપૂર્વક બચાવ કરીએ. ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, ‘સાથી ખેલાડીઓએ આ મેચ માટે ઘણી મહેનત કરી હતી અને તે મેદાન પર દેખાઈ રહી હતી. કુલદીપ યાદવને હંમેશા વિકેટ લેવાની ભૂખ હોય છે. તેના જન્મદિવસ પર તેણે શાનદાર પ્રદર્શન કરીને પોતાને એક મોટી ભેટ આપી છે.

સૂર્યાએ ઈજા અંગ માહિતી આપી

પોતાની ઈજા વિશે માહિતી શેર કરતાં તેણે કહ્યું કે તે ઠીક છે અને ટૂંક સમયમાં તેની અગાઉની ફિટનેસ પાછી મેળવી લેશે. તેણે કહ્યું, ‘જો હું ચાલી શકતો હોઉં તો તેનો અર્થ એ કે હું ઠીક છું.’ સૂર્યકુમાર યાદવને ત્રીજી T20 મેચ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર સિરીઝ દરમિયાન તેના શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

ભારતની સાઉથ આફ્રિકા સામે એકતરફી જીત

સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20માં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલે 6 ફોર અને 3 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા. લક્ષ્‍યનો પીછો કરતા ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાને 95 રનમાં ઓલઆઉટ કરી 106 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...