Homeમનોરંજનસલમાન ખાનના ઘરે વાગશે...

સલમાન ખાનના ઘરે વાગશે શરણાઈઓ! અરબાઝના કાલે થશે લગ્ન

અરબાઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. અરબાઝ ખાન પોતાની દમદાર એક્ટિંગ અને સુપરહિટ પાત્રોથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તો હવે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખાન પરિવારમાં કાલે શરણાઈ વાગવાની છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરશે. લગ્નની તારીખ નક્કી છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થશે.

સોશિયલ મીડિયા પર અભિનેતાના લગ્નના સમાચાર બાદ લોકોના મનમાં એક સવાલ છે કે આખરે અરબાઝ ખાનની થનારી પત્ની કોણ છે?

કોણ છે અરબાઝ ખાનની દુલ્હન?

અરબાઝ ખાનના લગ્નના સમાચાર સાભળી ફેન્સ તે જાણવા માટે આતૂર છે કે આખરે તેની દુલ્હન કોણ છે? નોંધનીય છે કે અરબાઝ ખાન-શૌરા ખાન સાથે લગ્ન કરશે. શૌરા ખાન એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. શૌરા ખાન રવીના ટંડન અને તેની પુત્રી રાશાની પણ મેકઅપ આર્ટિસ્ટ છે. કાલ એટલે કે 24 ડિસેમ્બરે તે ખાન પરિવારની પુત્રવધૂ બનશે.

અહીં થશે અરબાઝ ખાનના લગ્ન
એક્ટર અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નની વિધિ તેની બહેન અર્પિતના ઘર પર કાલે બપોરે શરૂ થશે. અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નમાં માત્ર બંને પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થશે. આ લગ્ન મુંબઈમાં થશે. અરબાઝ અને શૌરા ખાનની પ્રથમ મુલાકાત ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં અરબાઝ ખાન જોવા મળશે.

અરબાઝ ખાન વિશે
અરબાઝે 1996માં ફિલ્મ દરારથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે વિલેનનો રોલ પ્લે કર્યો અને આ રોલ માટે ફિલ્મફેર પણ જીત્યો હતો. અરબાઝે પ્રાય કિયા તો ડરના ક્યા, હલચલ, ભાગમ ભાગ, જાને તૂ યા જાને ના, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 2012માં બદંગ 2થી અરબાઝે નિર્દેશન ક્ષેત્રમાં પગ મુક્યો હતો. અરબાઝ ખાન વેબ સિરીઝ તણાવમાં પણ જોવા મળી ચુક્યો છે.

મલાઈકા અરોરા સાથે 1998માં કર્યા હતા લગ્ન

અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેમણે વર્ષ 1998માં મોડલ અને એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ ડિવોર્સ લીધા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો પુત્ર અરહાન ખાન છે. હાલના દિવસોમાં મલાઈકા ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અને એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...