Homeક્રિકેટટીમ ઈન્ડિયાને વરસાદથી થયો...

ટીમ ઈન્ડિયાને વરસાદથી થયો ફાયદો, જાણો કેવો રહ્યો પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ

સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર કગીસો રબાડાના નામે રહ્યો હતો. વરસાદના કારણે પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 208 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલ 70 રન બનાવીને અણનમ છે. કગીસો રબાડાએ પાંચ વિકેટ લીધી હતી.

ભારતનું ખરાબ પ્રદર્શન

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બંનેએ પ્રથમ સેશનમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને સ્કોર 91 સુધી પહોંચાડ્યો હતો. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. બીજા સેશનના અંત સુધીમાં ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી.

એક છેડેથી વિકેટો પડતી રહી, પરંતુ કેએલ રાહુલ અડગ રહીને સાઉથ આફ્રિકાના બોલરોનો હિંમતથી સામનો કર્યો. ત્રીજા સેશનમાં, 59મી ઓવર પછી, ખરાબ પ્રકાશને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો અને પછી વરસાદને કારણે આગળની રમત શક્ય બની ન હતી. ત્યારબાદ અમ્પાયરોએ દિવસની રમત સમાપ્ત જાહેર કરી હતી.

રબાડાનું શાનદાર પ્રદર્શન

દિવસના અંતે કેએલ રાહુલ 105 બોલમાં 70 રન બનાવીને રમી રહ્યો હતો. તેની સાથે મોહમ્મદ સિરાજ (0) ક્રિઝ પર હાજર હતો. રાહુલે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં 10 ફોર અને 2 સિક્સર ફટકારી છે. પ્રથમ દિવસે રબાડાએ લાંબા સમય સુધી ઓફ સ્ટમ્પની બહાર મુશ્કેલ લાઇન લેન્થ પર બોલિંગ કરીને ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. હવે તેણે 17 ઓવરમાં 44 રન આપીને પાંચ વિકેટ લીધી છે, જે ભારત સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. લંચ અને ટી બ્રેક વચ્ચે ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ચારેય સફળતા રબાડાના નામે હતી. તેણે ચતુરાઈથી બોલિંગ કરી અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર (31)ને આઉટ કર્યા હતા. તેણે કેટલાક આક્રમક શોટ લગાવનારા રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરની (24) વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં 14મી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પૂર્ણ કરી હતી.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...