Homeરસોઈશિયાળામાં બનાવો પાલકના મુઠિયા,...

શિયાળામાં બનાવો પાલકના મુઠિયા, બાળકોને પસંદ પડશે

શિયાળાની સીઝનમાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં બજારમાં આવવા લાગે છે. આ સાથે શિયાળામાં ગુજરાતીના રસોડામાં અવનવી વાનગીઓ પણ બનવા લાગે છે. આ સીઝનમાં પાલક પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આજે આપણે પાલકના મુઠિયાની રેસિપી જાણીશું.

પાલકના મુઠિયા કે ઢોકળાની વાત કરીએ તો તે સ્વાદમાં પણ મસ્ત હોય છે. નાના બાળકોથી લઈ મોટેરાઓને તે ખુબ પ્રિય હોય છે.

આ પાલક મુઠિયા સવારે નાસ્તામાં, બપોરે જમવામાં કે સાંજે ડીનરમાં તમે બનાવી શકો છો.

પાલક મુઠિયા બનાવવાની સામગ્રી
2 વાટકા સમારેલું પાલક
2 વાટકા ઘઉંનો લોટ
થોડા અમથો ચણાનો લોટ
સમારેલી કોથમરી
આદુ
લીલા મરચા સમારેલા
હળદર
લાલ મરચાની ચટણી
ખાવાનો સોડા
તેલ
મીઠું
તલ
મીઠો લીમડો
હીંગ.

પાલક મુઠિયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ, સમારેલું પાલક, આદુ, હળદર, ચટણી, મીઠું, ખાવાનો સોડા, હીંગ બધુ બરાબર મિક્સ કરો. પછી તેનો લોટ બાંધો. લોટ બંધાઈ ગયા બાદ નાના નાના મુઠિયા બનાવો. ઢોકળિયામાં થોડું પાણી ગેસ પર મૂકી તેમા તમામ મુઠિયાને બાફવા માટે મુકો. 25 મિનિટ પકાવો. બરાબર ચડી ગયા બાદ ગેસ બંધ કરી દો.

હવે વધાર કરવા માટે કઢાઈમાં તેલ ગેસ પર મૂકો. તેમાં રાય, હિંગ, મીઠા લીમડાના પાન, તેલ, હલદર, વગેરે ઉમેરી મુઠિયાના નાના પીસ કરી ઉમેરો. પછી કોથમીથી ગાર્નિસ કરો. હવે ખાવા માટે તૈયાર છે તમારા પાલકના મુઠિયા.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...