Homeમનોરંજન'ગુંટુર કારમ' ફર્સ્ટ ડે...

‘ગુંટુર કારમ’ ફર્સ્ટ ડે રૂ. 50 કરોડની કમાણીઃ ‘ગદર 2’નો રેકોર્ડ તોડ્યો

શુક્રવારે રિલીઝ થયેલી મહેશ બાબુની તેલુગુ ફિલ્મ ‘ગુંટુર કારમ’એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ગજવી દીધી છે. અથાડુ અને ખલેજા જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા મહેશ બાબુ અને દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસે આ ફિલ્મ દ્વારા દર્શકોને ફરી એક વાર તગડી ફિલ્મ આપી છે. ફિલ્મે ગદર ટુના ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. Sacnilk.comના અહેવાલ પ્રમાણે પ્રથમ દિવસે તેની કમાણી રૂ.

50 કરોડને સ્પર્શે તેવી સંભાવના છે. શુક્રવારે એકંદરે 74.67 ટકા ઓક્યુપન્સી રહી હતી.. આ સાથે તેણે ગદર ટુની રૂ. 40 કરોડનાં ઓપનિંગ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. રજનીકાંતની જેલરે રૂ. 48.35 કરોડનું કલેક્શન કર્યું હતું. પહેલા જ દિવસે ગુંટુર કારમની દેશભરમાં 11 લાખ 11 હજાર 772 રૂપિયાની ટિકિટ બુક થઈ હતી. આ સિવાય જો કુલ એડવાન્સ બુકિંગની વાત કરીએ તો મહેશ બાબુની ફિલ્મ 24.79 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ મેળવ્યું હતું. આ જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી ઓપનર બની શકે છે.

મહેશબાબુના પ્રશંસકો સોશિયલ મિડિયામાં ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં મહેશ બાબુની સાથે શ્રીલીલા, રામ્યા કૃષ્ણન, મીનાક્ષી ચૌધરી, જગપતિ બાબુ, પ્રકાશ રાજ અને બ્રહ્માનંદમ મહત્વની ભૂમિકામાં છે.

‘ગુંટુર કારમ’ની સાથે શુક્રવારે અન્ય ફિલ્મો પણ રિલીઝ થઈ હતી. જેમાં કેટરિના કૈફ અને વિજય સેતુપતિની હિન્દી ફિલ્મ મેરી ક્રિસમસ પણ સામેલ છે.

કેપ્ટન મિલરની કમાણી રૂ.14થી 17 કરોડ

ધનુષની તમિલ ફિલ્મ ‘કૅપ્ટન મિલર’ પણ શુક્રવારે રિલીઝ થઈ છે અને તેને લઈને જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મમાં અભિનેતા રાઉડી અવતારમાં જોવા મળી રહ્યો છે. અરુણ માથેશ્વરનની એક્શનથી ભરપૂર ફિલ્મમાં ધનુષની સાથે શિવ રાજકુમાર, પ્રિયંકા મોહન, અદિતિ બાલન છે. ‘કેપ્ટન મિલર’એ અંદાજે રૂ. 14 થી 17 કરોડની કમાણી કરી છે. શિવકાર્તિકેયનની ‘આયલાન’ પણ આજે રિલીઝ થઈ છે. જે તેના પહેલા દિવસે 10 થી 13 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ધનુષે ‘કેપ્ટન મિલર’માં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મની પટકથા અલગ અલગ સમયરેખામાં બતાવવામાં આવી છે. સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ ન્યુનીએ દરેક સીનને સ્ક્રીન પર શાનદાર રીતે પ્રેઝન્ટ કર્યું છે. આઝાદી પહેલાનું ભારત ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...