પરિણિતી-રાઘવના ગત્ત વર્ષે લગ્ન થયા છે. તેના અંગત લોકોને લગ્ન માટેનું આમંત્રણ મળ્યું હતુ. ત્યારે તેના ચાહકો તેના લગ્નની વીડિયોને લઈ ખુબ જ ઉત્સુક હતા. ત્યારે આ વીડિયોમાં તમે પરિણિતી રાધવના લગ્નના દરેક વિધી તમે જોઈ શકશે. પરિણિતીએ પતિ રાધવને પોતાના અવાજમાં એક ગીત ડેડિકેટેડ કર્યું હતું. આ ગીતને લોકોએ ખુબ પ્રેમ કર્યો હતો. હવે તેમના લગ્નના વીડિયોમાં આ ગીતના વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3 મિનિટ 53 સેકન્ડના આ મ્યુઝિક વિડિયોમાં કપલની હલ્દી, મહેંદીથી લઈને પ્રી-વેડિંગ અને વેડિંગ સુધીના સુંદર પળો જોવા મળે છે. વીડિયોમાં તેની બેચલર પાર્ટીની ખાસ પળોને પણ હાઈલાઈટ કરવામાં આવી છે.