Homeક્રિકેટઅંડર-19 વર્લ્ડ કપમાં આજે...

અંડર-19 વર્લ્ડ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો રમાશે

અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ તથા ગયા વખતની ચેમ્પિયન ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે શનિવારે પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે ઉદય સહારનના નેતૃત્વ હેઠળની ટીમ ટાઇટલ જીતવાની પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ગ્રૂપ-એમાં પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં એશિયન હરીફ સામે રમ્યા બાદ આયરલેન્ડ અને અમેરિકા સામે રમશે. ભારતે 2002માં મોહમ્મદ કૈફના નેતૃત્વમાં પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારત 2008, 2012, 2018 તથા 2022માં ચેમ્પિયન બન્યું હતું. આઇસીસીની આ ટૂર્નામેન્ટ અગાઉ શ્રીલંકામાં રમાવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ સાઉથ આફ્રિકાને યજમાની સોંપી હતી. ચાર ગ્રૂપમાં ચાર-ચાર ટીમો છે અને પ્રત્યેક ગ્રૂપની ત્રણ ટોચની ટીમ સુપર-6માં પહોંચશે. સેમિફાઇનલ છઠ્ઠી અને આઠમી ફેબ્રુઆરીએ રમાશે. ત્યારબાદ 11મી ફેબ્રુઆરીએ ફાઇનલ મુકાબલો રમાશે. ભારતીય ટીમ બેંગ્લોર સ્થિત એનસીએ ખાતે કેમ્પ યોજીને આફ્રિકા પહોંચી છે. આ પહેલાં એશિયા કપ અને સાઉથ આફ્રિકા ખાતેની ત્રિકોણીય શ્રોણી રમી હતી. એશિયા કપમાં ભારત સેમિફાઇનલમાં હારી ગયું હતું પરંતુ આફ્રિકન ધરતી ઉપર ટ્રાઇ સિરીઝ જીતી હતી. ભારતીય ટીમમાં આઇપીએલનો કરાર મેળવનાર બે ખેલાડીઓ પણ સામેલ છે. ગયા વર્ષે બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા મુશીર ખાન અને સુકાની સહારન ઉપર તમામની નજર રહેશે. બોલર રાજ લિમ્બાનીએ તાજેતરમાં નેપાળ સામે સાત વિકેટ ઝડપી હતી.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...