Homeરસોઈઆ રીતે બનાવો ટેસ્ટી...

આ રીતે બનાવો ટેસ્ટી ‘ચણા પાલક રાઈસ’, ઘરે આવેલા મહેમાનો પણ આંગળા ચાંટતા રહી જશે

આપણે ભલે ગુજરાતી હોઈએ પણ દરેક ઘરમાં લોકોને પંજાબી, સાઉથ ઇંડિયન, અને મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ દાઢે વળગેલો જ હોય છે. તેમાં જમવામાં તો ગુજરાતીને કોઈ પોહોંચી જ ન શકે. તેથી જ બાળકોથી લઈને મોટેરાઓને પણ અલગ અલગ વાનગીઓ જમવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક ખાસ વાનગીની રેસીપી લઇને આવ્યા છીએ. જેનું નામ છે ‘ચણા પાલક રાઈસ’, આ રેસિપીની ખાસિયત એ છે કે આ ટેસ્ટી હોવાની સાથે જ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જાય છે.

તેને સ્વાદ બધાને પસંદ આવશે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત…

ચણા પાલક રાઈસ બનાવવા માટેની સામગ્રી-

1/2 સમારેલી ડુંગળી
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1/2 કપ બારીક સમારેલા કેપ્સીકમ
1/2 કપ બારીક સમારેલા ટામેટા
1/2 કપ બારીક સમારેલી પાલક
1/4 ચમચી હળદર પાવડર
1 ચમચી મરચું પાવડર
1 ચમચી ધાણા-જીરું પાવડર
મીઠું સ્વાદ મુજબ
1 કપ બાફેલા કાળા ચણા
1 કપ રાંધેલા ચોખા
4 ચમચી તેલ
2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત

ચણા પાલક રાઈસ બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો.
આ પછી કડાઈમાં આદુ-લસણની પેસ્ટ નાખીને હળવા હાથે હલાવો. હવે તેમાં કેપ્સીકમ અને ટામેટા ઉમેરીને થોડીવાર ધીમી આંચ પર રહેવા દો.
હવે તેમાં પાલક, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું અને 2 ચમચી પાણી ઉમેરીને 2 મિનિટ સુધી હલાવો.
ચણા અને ચોખાને મિક્સ કરીને સારી રીતે હલાવતા 5 મિનિટ સુધી પકાવો.
છેલ્લે ચણા પાલક રાઈસની ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...