Homeરસોઈશિયાળાના બ્રેકફાસ્ટમાં ઈડલીને આપો...

શિયાળાના બ્રેકફાસ્ટમાં ઈડલીને આપો ટ્વિસ્ટ, ટેસ્ટ એવો કે ગમશે બધાને, કરો ટ્રાય

ઇડલીનો સ્વાદ દરેકને પસંદ આવે છે. સાઉથ ઇન્ડિયન ડિશ લગભગ દરેક રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી રહે છે. શિયાળામાં તમે તેમાં ટ્વિસ્ટ લાવી શકો છો. દાળ અને ચોખાની રૂટિન ઇડલી ખાધા બાદ હવે તમે મકાઇના લોટની ઇડલી ટ્રાય કરો.

તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે તેની મજા પણ વધે છે. શિયાળામાં મકાઈના લોટનું સેવન હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. તો જાણો ઘરે જ કેવી રીતે બ્રેકફાસ્ટ માટે ફટાફટ હેલ્ધી અને ટેસ્ટી મકાઈની ઈડલી બનાવી શકાય તેની સરળ રેસિપિ.

સામગ્રી

– એક કપ મકાઇનો લોટ

– એક કપ દહીં

– બે ટીસ્પૂન તેલ

– ત્રણ ટીસ્પૂન કોથમીર

– દસ નંગ લીમડાના પાન

– અડધી ચમચી રાઈ

– એક ચમચી ચણા દાળ

– એક ચમચી અડદની દાળ

– એક બારીક સુધારેલું લીલું મરચું

– એક ઇંચ આદુનો ટુકડો

– મીઠું સ્વાદ અનુસાર

– ત્રણ ચમચી ઈનો

રીત

એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા રાખો. તેમાં રાઈનો વઘાર કરો, તેમાં ચણા અને અડદની દાળ નાંખીને તે સોનેરી થાય ત્યાં સુધી શેકો. આદુ, મરચું અને લીમડો ઉમેરીને તેને શેકો. હવે તેમાં મકાઇનો લોટ ઉમેરો અને ત્રણ મિનિટ સુધી શેકો. આ મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી લો. તેમાં મીઠું, દહીં અને કોથમીર ઉમેરો અને પાણી નાંખીને ઈડલી જેવું ખીરું બનાવો. તેને સારી રીતે હલાવીને મિક્સ કરો અને દસ મિનિટ માટે રહેવા દો. એક કૂકરમાં 2-3 કપ પાણી નાંખો અને તેને ઉકળવા રાખો. તેમાં ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને તેને ચિકણું કરો. હવે ઈડલીના ખીરામાં ઈનો ઉમેરો અને તેને હલાવી લો. આ મિશ્રણને ઈડલી સ્ટેન્ડમાં રાખો, કૂકર ખોલો અને સાથે 15 મિનિટ બાદ ઈડલીને ચપ્પાથી ચેક કરો. જો તે તૈયાર થઇ ગઇ હોય તો તેને ગરમાગરમ અને ચટણી સાથે પીરસો. તમે તેને લસણની ચટણી કે ગ્રીન ચટણી સાથે કે પછી સંભારની સાથે પણ પીરસી શકો છો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...