Homeરસોઈહવે ઘરે જ બનાવો...

હવે ઘરે જ બનાવો હોટલ જેવી બટર નાન, જે પણ ખાશે તે તમારા વખાણ કરતાં નહીં થાકે

હોટલમાં અનેક પ્રકારની નાન મળે છે. નાન અને પંજાબી સબ્જી ખાવાની મજા કંઈક જુદી હોય છે. નાન તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો બટર નાન દરેક લોકોને પસંદ હોય છે. બટર નાન તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તમારા ઘરે કોઈ મહેમાન આવે છે અને તમે આ નાન બનાવો છો તો ખાવાની મજા પડી જાય છે.

આ નાન મોટેરાઓની સાથે-સાથે નાના બાળકોને પણ ખૂબ ભાવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બટર નાન.

બટર નાન બનાવવા માટેની સામગ્રી

2 ચમચી માખણ
3/4 ચમચી મીઠું
3 કપ મેંદાનો લોટ
1 ચમચી ખાંડ
1/2 ચમચી યીસ્ટ
પાણી જરૂર મુજબ
4 ચમચી દહીં
નાન બનાવવાની રીત

એક બાઉલ લો અને તેમાં યીસ્ટ, ખાંડ અને પાણી મિક્સ કરો. પછી 1 કપ મેંદો ઉમેરો અને તેને યીસ્ટના મિશ્રણમાં હલાવો. હવે તેને ઢાંકીને 45 મિનિટ માટે રાખો. નિશ્ચિત સમય બાદ બાકીનો મેંદો, મીઠું, માખણ અને દહીં ઉમેરો.
હવે તેમાંથી નરમ અને મુલાયમ કણક તૈયાર કરો. કણકને ઢાંકીને 25થી 30 મિનિટ માટે બાજુ પર રાખો. આ પછી કણકમાંથી લુઆ બનાવો અને 20 મિનિટ માટે બાજુ પર રાખો.
કણકના લુઆને મેંદાથી ડસ્ટ કરો અને તેના પર કલોંજી છાંટો. વેલણ વડે લુઆને નાનનો આકાર આપો. હવે એક તવાને ગરમ કરો અને તેના પર નાન મૂકો. નાન પર થોડા પરપોટા દેખાય, ત્યારે તેને સાણસ વડે ઉપાડો અને જે બાજુ પહેલા રાંધવામાં આવી હતી તેને આગ તરફ મૂકો.
ત્યારબાદ બંને બાજુથી રાંધવા માટે ફેરવો અને ખાતરી કરો કે તે વધુ બળી ન જાય. જ્યારે નાન પર બ્રાઉન રંગ દેખાય તો તેને આંચ પરથી ઉતારી લો.
ત્યારબાદ તેના પર માખણ લગાવી મનપસંદ શાક સાથે સર્વ કરો.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...