Homeમનોરંજનદેવરા-પાર્ટ વન એપ્રિલ નહીં...

દેવરા-પાર્ટ વન એપ્રિલ નહીં પણ ઓક્ટોબરમાં રિલીઝ થશે

ટોલીવુડ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને જ્હાનવી કપૂર સ્ટારર ફિલ્મ દેવરા પાર્ટ 1ની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આરઆરઆરની બમ્પર સફળતા બાદ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ દેવરા એક્શન ડ્રામા છે, જેને સમગ્ર દેશમાં રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મને પહેલાં 5 એપ્રિલ, 2024નાં રોજ રિલીઝ કરવાની હતી. એ જોતાં ફિલ્મને રિલીઝનાં માત્ર બે મહિના જ બાકી હતા.

મેકર્સે હવે રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. ખુદ જુનિયર એનટીઆર અને ફિલ્મ નિર્માતાઓએ સોશ્યલ મિડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે કે ફિલ્મ હવે આ વર્ષે દશેરાનાં શુભ પ્રસંગે 10 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.

દેવરામાં જ્હાનવી કપૂર ઉપરાંત સૈફ અલી ખાન પણ છે. ફિલ્મમાં જ્હાનવી કપૂરનો લુક સામે આવી ચૂક્યો છે પણ ફેન્સને સૈફનાં પ્રથમ લુકનો ઇન્તઝાર છે. પિક્ચરનું ટિઝર ઘણાં સમય પહેલાં રિલીઝ થઈ ગયું છે. પિક્ચરમાં શાનદાર સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝીકની ઝલર તો ટીઝરમાં જોવા મળી જ હતી. એ ઉપરાંત તેમાં મોટાં મોટા જહાજો અને જ્યાં જુઓ ત્યાં લોહી જ લોહી દેખાતું હતું…. ટીઝરમાં આ દ્રશ્યોને જોઇને આ ફિલ્મ અંગે દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. જો કે ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે અને મેકર્સ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી એટલાં માટે જ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે.

જુનિયર એનટીઆરે એક્સ પર એક પોસ્ટર શેર કર્યુ છે. આ તસવીરમાં તે જોરદાર એક્શન મોડમાં નજરે પડે છે. ફિલ્મમાં જુનિયર એનટીઆરનો ડબલ રોલ હોવાનું કહેવાય છે. જો કે ખરુ સિક્રેટ સૈફઅલી ખાન અંગેનું છે. સિનેપ્રેમીઓને એ જાણવાની ઉત્સુકતા છે કે ફિલ્મમાં સૈફ અલી ખાનનો રોલ કેવો હશે? આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...