Homeક્રિકેટWPL: ગ્રીસ હેરિસે ફટકારી...

WPL: ગ્રીસ હેરિસે ફટકારી વિસ્ફોટક ફિફ્ટી, યુપી વોરિયર્સની સતત બીજી જીત

યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં યુપીનો 6 વિકેટે વિજય થયો હતો. ગુજરાત જાયન્ટ્સ પ્રથમ જીતનું સપનું પૂરું કરવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 5 વિકેટે 142 રન બનાવ્યા હતા.

યુપીએ 4 વિકેટે ગુમાવીને આ લક્ષ્‍ય હાંસલ કરી લીધું હતું.

ગુજરાતની ખરાબ ઈનિંગ

યુપી વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની ઓપનિંગ બેટ્સમેન બેથ મૂની 16 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેના પછી બીજી ઓપનર લૌરા વોલવર્ટ પણ 28 રનના અંગત સ્કોર પર આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. સારી બેટિંગ કરી રહેલી હરલીન દેઓલ પણ 18 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ફોબી લિચફિલ્ડ અને એશ્લે ગાર્ડનરે ઈનિંગ સંભાળી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. લિચફિલ્ડ 26 બોલમાં 35 રન બનાવીને રન આઉટ થઈ હતી.

ગાર્ડનરે ઝડપી બેટિંગ કરી અને 17 બોલમાં 30 રન બનાવ્યા. આ સાથે ગુજરાતનો સ્કોર 5 વિકેટે 142 રન પર પહોંચી ગયો હતો. યુપી તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર એક્લેસ્ટોન હતી. તે 3 વિકેટ લેવામાં સફળ રહી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડને 1 વિકેટ મળી હતી.

યુપી વોરિયર્સની જીત

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સે પ્રથમ વિકેટ કિરણ નવગીરેના રૂપમાં ગુમાવી હતી. તેણી 12 રન બનાવીને આઉટ થઈ હતી. તેના પછી એલિસા હિલી પણ 33 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ચમારી અટાપટ્ટુ 17ના સ્કોર પર અને શ્વેતા સેહરાવત 2ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ સાથે સ્કોર 4 વિકેટે 90 રન થઈ ગયો હતો.

મુશ્કેલ પરિસ્થિતિમાં, ગ્રીસ હેરિસે ઈનિંગને સંભાળી હતી. ગ્રીસ હેરિસે 33 બોલમાં 60 રનની અણનમ ઇનિંગ રમીને યુપી વોરિયર્સને 16મી ઓવરમાં 4 વિકેટે 143 રન સુધી પહોંચાડી ટીમને જીત અપાવી હતી. દીપ્તિ શર્માએ 14 બોલમાં 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાતના બોલરની વાત કરવામાં આવે તો, તનુજા કંવરે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મેઘના સિંહ અને કેથરીન બ્રાઇસને એક એક સફળતા મળી છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...