Homeમનોરંજનકેમેરા સામે હું મારા...

કેમેરા સામે હું મારા દુઃખદર્દ ભૂલી જાઉં છું : પ્રિયામણિ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા એક્ટ્રેસ પ્રિયામણિનો સમાવેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસીસમાં થાય છે જેમણે બોલિવૂડની ફિલ્મોને સાઉથમાં ખૂબ જ લોકપ્રિયતા આપી છે. જે માટેની શરૂઆત મણિરત્નમની ફિલ્મ `રાવણ’થી થઈ હતી.

ત્યારબાદ શાહરુખ ખાનની ફિલ્મ `ચેન્નઈ એક્સપ્રેસ’માં પ્રિયામણિનું ગીત `વન ટૂ થ્રી ફોર’ને બોલિવૂડ અને સાઉથ ફિલ્મના સિનેલવર્સે ખૂબ જ વધાવ્યું હતું. આ ગીતમાં પ્રિયામણિના પરફોર્મન્સે દર્શકો પર જાણે જાદુ જ કરી દીધો હતો. ગત વર્ષે જ તેમની ફિલ્મ `જવાન’ રેકોર્ડબ્રેક રહી અને હાલમાં તેમની ફિલ્મ `આર્ટિકલ 370′ રેકોર્ડબ્રેક કરવાની તૈયારીમાં છે. જ્યારે ટૂંક સમયમાં જ તેઓ બોલિવૂડ સિંઘમ અજય દેવગનની ફિલ્મ `મેદાન’માં પણ જોવા મળવાના છે. અલબત્ત, પ્રિયામણિએ માત્ર સાઉથની ફિલ્મો જ નહીં પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ પોતાની વિશેષ ઉપસ્થિત પ્રસ્થાપિત કરી છે. તેઓ બોલિવૂડની ફિલ્મમાં અલગ ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલમાં રાજ કરી રહ્યા છે.

અત્યાર સુધીની તમારી ફિલ્મી કરિયરમાં તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ફેરફાર જણાયો?

સિનેમાની ટેક્નિક ભલે બદલાઈ જાય, પરંતુ સિનેમા પ્રત્યેનો મૂળ ભાવ કે જે દર્શકોની સાથે દિલને જોડવાનો છે તે ક્યારેય બદલાવાનો નથી. દર્શકો આપણી ફિલ્મોને ખૂબ જ ચાહે છે, અલબત્ત, દર્શકોનાં જીવનમાં સિનેમા પણ એક ભાગ છે જ! જેને તેઓ નકારતા નથી ભલે હંમેશાં તેઓ મોટા પડદે મૂવી ન જુએ પરંતુ નાના પડદે પણ મૂવી જોઈને ખૂબ જ ખુશ થાય છે. આજે પણ સિનેમા એ જ છે જે અગાઉ પણ હતો જ, સિનેમા એ જ છે જે તમને રડાવે-હસાવે કંઈક સમજાવે તો કંઈક પ્રેરણા પણ આપે તો કેટલીક ફિલ્મો તમને ખૂબ જ ખુશી પણ આપતી હોય છે. અગાઉના સમયમાં પણ દર્શકો સિનેમાના અંધારામાં પોતાનાં દુઃખ દર્દ ભૂલી જતા હતા અને આજે પણ સિનેમા જોઇને પોતાનાં દુઃખ દર્દ ભુલાવીને લાઇફ એન્જોય કરે છે. આ જ તો સિનેમાની ઓળખ છે.

તમે ભારતીરાજા, બાલૂ મહેન્દ્રથી લઈને એટલી જેવા નિર્દેશકો સાથે કામ કર્યું છે, તો નિર્દેશકોમાં કોઈ બદલાવ આવ્યો છે ખરાં?

તમે પણ ક્યારેક તો અનુભવ્યું જ હશે કે જૂની પદ્ધતિથી શીખેલા લોકો પોતાની ધૂન અને કામમાં પારંગત હોય છે. મને ગર્વ પણ છે કે હું જૂની સ્કૂલની વિદ્યાર્થિની રહી છું. અત્યારે કોઈ નિર્દેશક શૂટિંગ દરમિયાન કોઈ પણ એક્ટ્રેસ પર જોરથી બૂમ મારવાનું કે તેમને જાહેરમાં ખખડાવવાનું વિચારી પણ ન શકે, પરંતુ દોઢેક કે બે દસકા પહેલાંની ફિલ્મોમાં આ બધું શક્ય હતું. જોકે, તે સમયે તેમાં પવિત્રતા પણ જળવાતી જ હતી. એક દિગ્દર્શક માત્ર ને માત્ર તેની આભા સ્થાપિત કરવા માટે બૂમો પાડતો હોય છે અને તે જે તે કલાકારમાં રહેલી શ્રેષ્ઠતા બહાર લાવવા માટે ગુસ્સે થાય એ બે અલગ બાબતો છે. એક રીતે કહી શકાય કે અગાઉના નિર્દેશકો પણ સારા હતા અને અત્યારના નિર્દેશકો પણ સારા છે, મૂળ જે તે નિર્દેશકોના સ્વભાવ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અસર કરતા હોય છે.

કેમેરા સામે તમારો અનુભવ કેવો રહ્યો છે?

મેં આ વાત મારા માનીતા દિગ્ગજ સ્ટાર મોહનલાલ પાસેથી શીખી હતી. ઘણા સમય પહેલાં અમે એક ફિલ્મ `ગ્રાન્ડમાસ્ટર’ સાથે શૂટ કરી રહ્યા હતા અને તે દિવસે તેમનાં માતા હોસ્પિટલમાં દાખલ હતાં. તેઓ રાત્રીના સમયે હોસ્પિટલમાં રોકાતાં હતા અને દિવસમાં તેઓ ફિલ્મનું શૂટિંગ પતાવતા હતા. આ સમયે મેં તેમને પૂછ્યું હતું કે, તમને આ બાબતે કોઈ તણાવ રહેતો નથી? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, `કેમેરા સામે આપણે દુનિયા ભૂલવાની જ હોય છે…’ બસ, ત્યારથી મેં તેમની આ વાતને મારો ગુરુમંત્ર જ બનાવી દીધો છે. કેમેરા સામે આવતા જ હું તમામ દુઃખદર્દ ભૂલી જ જાઉં છું.

તમે શાહરુખ ખાન સાથે `ચેન્નઈ એક્સપ્રેસ’, `જવાન’ ફિલ્મ કરી છે તો શું તમે તેમની ફિલ્મોનાં લકી ચાર્મ છો?

હા…હા…હા, જો એમ હોય તો તો ખૂબ જ સારી વાત કહેવાય. હા, પણ મેં તેમની ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ફિલ્મો બોક્સઓફિસ બ્રેક કરી છે તેનો મને ગર્વ છે. હું પણ તેમની ફિલ્મોનો એક ભાગ હતી તે જાણીને મને અનહદ ખુશી થાય છે. હું તો એમ માનું છું કે હું તેમની સાથે કામ કરું છું તો તેઓ મારા લકી ચાર્મ છે હું નહીં! મેં મારું સમગ્ર જીવન અભિનય કરવામાં વિતાવ્યું છે, હું આજે પણ અભિનય શીખી જ રહી છું. શાહરુખ ખાન સાથે રહીને મેં કેવી રીતે કલાકારો સાથે કેવું વર્તન કરવું અને કેવી રીતે આત્મીયતા કેળવવી એ શીખ્યું છે. તેમજ પોતાના કામને પણ માન-સન્માનની દૃષ્ટિએ જોવું એ શીખી છું. શાહરુખ ખાનથી કામ પ્રત્યેનું ઝનૂન

શીખી છું.

અજય દેવગણ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મેં અજય સરની ઘણી ફિલ્મો જોઈ છે, તેમની ફિલ્મો સાહસિક અને ઉત્સાહી હોય છે. તેમણે તેમની ફિલ્મ `ગોલમાલ’ અને `તાન્હાજી’માં જબરદસ્ત ભૂમિકા ભજવી છે. મને ખૂબ જ ખુશી થઇ જ્યારે મને તેમની આગામી ફિલ્મ `મેદાન’માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારા માટે આ ગર્વની બાબત છે. અજય સર પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે, ફિલ્મમાં રહીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે અને ક્રૂ સાથે કેવું વર્તન કરવું તેમજ તેમને પણ જોમ જુસ્સો પૂરાં પાડવાં એ હું તેમની પાસેથી શીખી છું.

અગાઉ ફિલ્મની પસંદગી અને અત્યારની ફિલ્મની પસંદગીમાં કોઈ અંતર છે?

કોઈ પણ વ્યક્તિનો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે તે સમયાંતરે અને સંજોગોને લઇને પોતાને બદલી લે છે. આઠેક વર્ષ પાછળ જઇએ તો મેં જે ફિલ્મો કરી હતી તે ફિલ્મો પૈકી કેટલીક ફિલ્મો મને હવે પસંદ નથી આવી રહી! બની શકે કે મેં એ ફિલ્મો આર્થિક રીતે મજબૂત થવા પણ કરી હોય. જોકે હવે હું ચાહું છું કે હું એવી જ ફિલ્મો કરું કે જ્યારે હું ઘરડી થઉં તો પણ હું એ ફિલ્મો જોઈને ગર્વ કરી શકું!

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...