Homeઅજબ ગજબમાણસોની જેમ હાથીઓ પણ...

માણસોની જેમ હાથીઓ પણ ખાય છે સ્વચ્છ ખોરાક, લોકોએ આવી આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ વીડિયો ઘણા પ્રકારના છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો આવા વીડિયોને પસંદ કરે છે. જેને લોકો માત્ર જોતા નથી, પરંતુ તેને મોટા પ્રમાણમાં શેર પણ કરવામાં આવે છે. ખાસ કરીને જો વીડિયો હાથીનો કે કૂતરા-બિલાડીનો હોય તો તે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે હાથીઓ ખૂબ જ શાંત, નમ્ર અને બુદ્ધિશાળી પ્રાણી છે. હાલમાં જ આ પ્રાણીની બુદ્ધિમત્તાનો એક વીડિયો આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને તમે ચોંકી જશો.

ખોરાક સ્વચ્છ કરીને ખાય છે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હાથી અને તેનું મદનિયું બંને જંગલમાં ઘાસ ખાઈ રહ્યાં છે. આ બચ્ચું તેની સૂંઢમાં વધારે ઘાસ લઈને તેને હવામાં જોરશોરથી હલાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારા મનમાં એક જ સવાલ આવી રહ્યો હશે કે, નાનો ગજરાજ આવું કેમ કરી રહ્યો છે, તો ચાલો તમને જણાવી દઈએ કે તેને આવું કંઇક કરવામાં મજા નથી આવતી પરંતુ તે તેના માટે ખોરાક ખાવાની આ રીત છે. તે આવી રીતે ખોરાકને સ્વચ્છ કરીને ખાય છે.

તમને જણાવી દઈએ કે, આપણે મનુષ્યો સ્વચ્છ ખોરાક ખાવાનું પસંદ કરીએ છીએ કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે સારૂ છે. હાથીઓ માટે પણ કંઈક આવું જ છે. હાથીનું મદનિયું આ પાંદડાને હવામાં જોરશોરથી હલાવતો રહ્યો, જેથી તેના પર ચોંટેલા જંતુઓ સાફ થઈ જાય અને તેને સારું અને સ્વચ્છ ઘાસ મળે.

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. જેને 45 હજારથી વધુ લોકોએ નિહાળ્યો છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘કેટલીકવાર કેટલાક પ્રાણીઓ આપણને એવી વસ્તુઓ શીખવે છે જે પુસ્તકો આપણને કહી શકતા નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ખરેખર, આ હાથીઓ ખૂબ જ બુદ્ધિશાળી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બધા હાથી છોડ ખાતી વખતે આવું કરે છે. તેઓ છોડમાંથી જંતુઓ દૂર કરવા માટે આમ કરે છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...