Homeકૃષિડાંગ : આધુનિક ખેડૂતને...

ડાંગ : આધુનિક ખેડૂતને માત્ર ખેતીમાં નહીં માર્કેટિંગમાં પણ નિપુણ બનાવવાનો પ્રયાસ કરાયો, વઘઈ ખાતે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે “Agriculture marketing and future of millet at international level” વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ જયપુર રાજસ્થાન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના સંયુક્ત ઉપક્રમે તા.

7 થી 9 નવેમ્બર 2023 દરમિયાન ત્રીદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને મિલેટના ફાયદાથી વાકેફ કરાયા

આ વર્કશોપનો મુખ્ય ઉદેશ ડાંગ જિલ્લાના ખેડૂતોને બધી ખેતપેદાશો અને ચીજવસ્તુમાંથી મુલ્યવર્ધિત કરી સારું માર્કેટીગ મેળવી આર્થિક ઉપાજન મેળવતો થાય તેવો હતો. આ કાર્યક્રમમાં ડૉ. એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક,નવસારી કૃષિ યુનિવર્સીટીએ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહી ખેડૂતોને મિલેટ અને તેનું મુલ્યવર્ધિતના ફાયદા જણાવ્યા હતા.

આ ક્રાર્યક્રમમાં અલગ અલગ વિષયો ઉપર મિલેટ અને અન્ય ખેત પેદાશોના માર્કેટિંગ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને હલકા ધાન્ય કે અન્ય ચીજ વસ્તુમાંથી મુલ્ય વર્ધિત કરી તેનું બહારથી આવતા પ્રવાસીઓમાં વેચાણ કરી સારી આવક મેળવવા બાબતે ભાર મુકવામાં આવ્યું હતો.

ખેતી અને માર્કેટિંગના લાભ જણાવાયા

ડૉ. જે.બી.ડોબરીયા દ્વારા ખેડૂતોને મિલેટથી અવગત કરાવી અન્ય હલકા ધાન્ય પાકોની ખેત પધ્ધતિ, ઉત્પાદન, પેકિંગ અને માર્કેટિંગ વિષે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ વાર્કશોપમાં 100 જેટલા ખેડૂત ભાઈઓ – બહેનોએ ભાગ લઇ અલગ અલગ વિષયો ઉપર માહિતી મેળવી હતી. આ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વિવિધ નિદર્શન યુનિટ, હલકા ધાન્ય અને કૃષિ કોલેજ વઘઈના મ્યુઝિયમની મુલાકાત, ફાર્મ તેમજ મિલટના ડેમો યુનિટની મુલાકાત લીધી હતી.

ત્રિદિવસીય વર્કશોપનો ખડૂતોએ લાભ લીધો

આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂતો જીલ્લા બહાર સારું માર્કેટિંગ કરવા કટીબધ્ધ થયા હતા. કાર્યક્રમના અંતે આ ત્રિદિવસીય વર્કશોપમાં ભાગ લેનાર વ્યક્તિને વિષય અનુસંધાન પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ એમ. ગાવિત, તાલુકા વિકાસ અધિકારી સુહાસભાઈ ગવાંદે, ડૉ. જે.જે.પસ્તાગીયા આચાર્ય કૃષિ મહાવિદ્યાલય- વઘઈ, ડૉ. એચ. ઈ.પાટીલ સહ સંશોધન વૈજ્ઞાનિક ધાન્ય સંશોધન કેન્દ્ર વઘઈ, ડૉ.એસ.આર.સિંહ ડેપ્યુટી ડીરેક્ટ એન.આઈ.એ.એમ. અને ડૉ. જે.બી.ડોબરીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ એ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...