Homeક્રિકેટકોહલી અને ડીકૉકને ક્યાંય...

કોહલી અને ડીકૉકને ક્યાંય પાછળ કરીને આગળ નીકળ્યો રવીન્દ્ર, રોહિત શર્મા પછડાયો, હવે સચિનનો મહારેકૉર્ડ ખતરામાં

વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે
ટીમને અહિયાં સુધી પંહોચાડવામાં રચિન રવિન્દ્રની ભૂમિકા મહત્વની
રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો ‘મહાન રેકોર્ડ’ તોડવા તરફ આગળ વધ્યો
શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે. શ્રીલંકા સામેની જીતની સાથે 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટે ચોથા નંબરે આવી ગયું છે.

મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 23.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલની ઉંબરે પહોંચાડવામાં ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. તે વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રચિને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો.

એવામાં હવે રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો ‘મહાન રેકોર્ડ’ તોડવા તરફ આગળ વધી રહ્યો છે.

એ વાત તો નોંધનીય જ છે કે 23 વર્ષના ડાબા હાથના બેટ્સમેન રચિન રવિન્દ્રએ આ વર્લ્ડ કપની 9 ઇનિંગ્સમાં 3 સદી અને 2 અડધી સદીની મદદથી સૌથી વધુ 565 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રવિન્દ્રએ ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો. ડી કોકે 8 ઇનિંગ્સમાં 4 સદીની મદદથી 550 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલી 8 ઇનિંગ્સમાં 543 રન સાથે બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 446 રન સાથે ચોથા સ્થાને છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 442 રન સાથે પાંચમા સ્થાને છે.

સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા
રચિન રવિન્દ્ર હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવા પર છે. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન બીજા સ્થાને છે. હેડનના નામે 11 મેચમાં 659 રન છે, જ્યારે રોહિત શર્મા 648 રન સાથે ત્રીજા સ્થાન પર છે. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. રચીનના પ્રદર્શનને જોઇને લાગી રહ્યું છે કે આ વર્લ્ડ કપમાં તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...